રેવન્યુ એસો.ના પ્રમુખ એન. જે. પટેલના શાબ્દિક પ્રવચન બાદ નવનિયુક્ત ધારાસભ્યો તથા છઇઅ પેનલના આગેવાનોનું સન્માન કરાયું
તાજેતરમાં રાજકોટ એડવોકેટ બાર એસોસીએશનની ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટાયેલા ધારાસભ્યો તથા રાજકોટ બાર એસો.ના આર.બી.એ. પેનલના વિજેતા બનેલાં ઉમેદવારોનું સન્માન કરાયું હતું.
આ સમારોહમાં રાજકોટ શહેર-68 પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડ, રાજકોટ શહેર પશ્ર્ચિમ-69ના ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ રાજકોટ દક્ષિણ-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતાં.
આ સમારંભમાં રાજકોટ રેવન્યુ પ્રેક્ટિશનર એસો.ના ચેરમેન દિલીપભાઈ જે. મીઠાણી કે જેઓ રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસોસીએશનની સ્થાપના થઈ ત્યારથી સ્થાપક પ્રમુખથી અત્યાર સુધી અવિરત સેવા આપી હોવાથી વિશેષ વ્યક્તિ તરીકે તેમનું સન્માન કરાયું હતું. જે સન્માન ભગીરથસિંહ ડોડીયા વગેરેના હસ્તે કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશિષભાઈ શાહે કરેલ તેમજ શાબ્દિક સ્વાગત પ્રવચન રેવન્યુ પ્રેક્ટિશનર એસોસીએશનના પ્રમુખ રાજકોટ બાર એસોસીએશનના ઉપપ્રમુખ એન. જે. પટેલ દ્વારા કરવામાં આવેલ તેમજ રેવન્યુ પ્રેક્ટિશનર એસોસીએશનની કામગીરી અંગેની વિસ્તૃત માહિતી જી. એલ. રામાણી દ્વારા આપવામાં આવેલા હતા.