વિપક્ષે કહ્યું કે આ RSS v/s સંવિધાનની લડાઇ છે, NDAના રાધાકૃષ્ણન સામે મુકાબલો
I.N.D.I.Aએ મંગળવારે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તેમનો મુકાબલો ગઉઅ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સામે થશે.
ખાસ વાત એ છે કે બંને ઉમેદવારો દક્ષિણના છે. નિવૃત્ત જસ્ટિસ રેડ્ડી આંધ્રપ્રદેશના છે, જ્યારે સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના છે. રાધાકૃષ્ણન 20 ઓગસ્ટે પોતાની ઉમેદવારી નોંધાવશે .I.N.D.I. ગઠબંધને મંગળવારે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષના ઘરે યોજાયેલી બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ બી સુદર્શન રેડ્ડીનું નામ ફાઈનલ કર્યું છે. બેઠક બાદ પત્રકાર પરિષદમાં ખડગેએ ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. નિવૃત્ત જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીનો જન્મ 8 જુલાઈ 1946ના રોજ થયો હતો. તેમણે બીએ, એલએલબી કર્યું છે. 2 મે 1995ના રોજ તેમને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 5 ડિસેમ્બર 2005ના રોજ તેમને ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2007માં તેમને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2011માં નિવૃત્ત થયા હતા. 17 ઓગસ્ટના રોજ ભાજપે ગઉઅ વતી તમિલનાડુના સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. સીપી રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખડગે સાથે વાત કરી અને ગઉઅના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન માટે તેમનું સમર્થન માંગ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેએ 17 ઓગસ્ટની રાત્રે વાત કરી હતી.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર નિવૃત્ત જસ્ટિસ સુદર્શન રેડ્ડી
