ખાદ્ય, ફુગાવામાં વૃધ્ધિ, 8.52 ટકાથી વધીને 8.70 ટકા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
- Advertisement -
દેશમાં રીટેલ ફૂગાવાનો દર એપ્રિલ મહિનામાં સાધારણ ઘટીને 4.83 ટકા થયો હતો.ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેકસ આધારીત ફૂગાવાનો દર માર્ચમાં 4.85 ટકા હતો અને ગત વર્ષે એપ્રિલમાં 4.7 ટકા હતો. એપ્રિલમાં રીટેલ ફુગાવાનો દર 11 મહિનાની નીચી સપાટીએ સરકયો હતો.જોકે આરબીઆઈનાં 4 ટકાના ટારગેટ કરતાં સતત 55 મા મહિને તે વધારે રહ્યો હતો.
નેશનલ સ્ટેટીસ્ટિકલ ઓફીસના ડેટા અનુસાર ખાદ્યચીજોનો ફૂગાવાનો દર એપ્રિલમાં વધીને 8.70 ટકા થયો હતો. જે માર્ચમાં 8.52 ટકા હતો.ફૂડ અને બેવરેજીસનાં ભાવ 8.87 ટકા વધ્યા હતા. માર્ચમાં તે 7.68 ટકા વધ્યા હતા. એપ્રિલમાં માંસ-મચ્છીના ભાવ 8.17 ટકા વધ્યા હતા. જે માર્ચમાં 6.36 ટકા વધ્યા હતા. ફળના ભાવ 5.22 ટકા વધ્યા હતા. જે માર્ચમાં 3.07 ટકા વધ્યા હતા.શાકભાજી અને કઠોળનાં ભાવ સાધારણ ઘટયા હતા. જોકે તેમ છતાં તે ડબલ ડીજીટમાં રહ્યા હતા. ફોર ઈન્ફલેશન ઘટીને 3.2 ટકા થયો હતો જે 2012 પછીની સૌથી નીચો છે. ફોર ઈન્ફલેશનમાં ફૂડ અને ફયુઅલને ગણતરીમાં લેવાતા નથી.
ઈકરાનાં ચીફ ઈકોનોમીસ્ટ અદિતિ નાયરના મતે ફૂડ અને બેવરેજીસમાં ભાવ વધારો મે મહિનામાં 8 ટકાથી વધુ રહેવાની સંભાવના છે. કારણ કે મોટાભાગના રાજયોમાં તાપમાન ખાસ્સુ વધારે રહ્યું છે અને હીટવેવ છે. તેને કારણે મે મહિનામાં રીટેલ ફૂગાવાનો દર વધીને 5.1, 5.2 ટકા રહેવાનો અંદાજ છે.કોટક મહિન્દ્રા બેન્કના ચીફ ઈકોનોમિસ્ટ ઉપાસના ભારદ્વાજનાં મતે કોર ઈન્ફલેશન અને સીપીઆઈમાં ખાસ ફર્ક જોવા મળ્યો નથી. તે જોતા મોનિટરી પોલીસી કમીટી (એમપીસી)માટે નીતિગત ખાસ કોઈ ફેરફારનો અવકાશ જણાતો નથી તેમ છતાં તેને નીતિ ઘડવામાં રાહત મળશે. જોકે હવામાનમાં પલટો, હીટવેવ જેવા પરિબળો સેન્ટીમેન્ટ સાવચેતીનું બનાવશે.એમપીસી આગામી મીટીંગમાં વ્યાજદરમાં ફેરફાર નહીં કરે તેમ જણાય છે.