13 ઓક્ટોબરે મોદી ’ગતિ શક્તિ’ પ્રોજેક્ટની રુપ રેખા જાહેર કરશે
હવે વારંવાર નહીં ખોદવામાં આવે રસ્તા, ‘ગતિ શક્તિ’ પ્રોજેક્ટ હેઠળ બદલશે કામ કરવાની રીત
ખાસ-ખબર સંવાદદાતા
ગતિ શક્તિ પ્રોજેક્ટથી દેશની તસવીર બદલાવા જઈ રહી છે. 13 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટની રુપ રેખા દેશની સામે રાખશે. દેશની વિકાસ યાત્રાને તેજીથી આગળ વધારવા માટે આ મેગા પ્રોજેક્ટમાં અનેક જોગવાઈઓ રાખવામાં આવી છે. આ અંતર્ગત પ્રમુખ ઈન્ફ્રા કનેક્ટિવિટી પોજેક્ટ માટે એક કોમન ટેન્ડર લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 75માં સ્વતંત્રતા દિવસના પ્રસંગ પર પીએમ મોદીએ ગતિ શક્તિ પ્રોજેક્ટનું એલાન કર્યુ હતુ.
પીએમ ગતિ શક્તિ પરિયોજનાનો હેતુ કેન્દ્રીય એજન્સીઓ, રાજ્ય એજન્સીઓ, શહેરી સ્થાનીય નિકાસ અને ખાનગી વિસ્તારની વચ્ચે યોગ્ય રીતે સમન્વય કરતા એક વિસ્તારમાં ગ્રીન ફીલ્ડ રસ્તો, રેલ અને ઓપ્ટિકલ ફાઈબર કેબલ, ગેસ લાઈનો અને વીજળી લાઈનો જેવી ઉપયોગિતાઓ સાથે સંબંધિત ગતિવિધીઓને એક સાથે વધારવાની છે.
- Advertisement -
આ અંતર્ગત પસંદગી પામેલા ભોગોલિક વિસ્તારમાં સિંગલ નોડલ એજન્સીને જવાબદારી સોંપવામાં આવશે. આનાથી કોમન ટેન્ડર સહિત તમામ ગતિવિધિઓ શરુ કરી શકાય છે.