શ્રમજીવી, ગોપાલનગર, ગાયત્રીનગર, ઢોલરીયા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાના માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના શ્રમજીવી, ગોપાલનગર, ગાયત્રીનગર, ઢોલરીયા વિસ્તારના લોકો અશાંત ધારો લાગુ કરવા જિલ્લા કલેકટર પાસે પહોંચ્યા હતા. સર્વે રહેવાસીઓના સમર્થન સાથે એક અરજી પણ કરાઈ છે. જે મુજબ- અમો નીચે સહી કરનાર શ્રમજીવી સોસાયટી, ગોપાલનગર, ગાયત્રીનગર, ઢોલરીયાનગરના રહીશોની નમ્ર અરજ છે કે – અમારી સોસાયટી, વિસ્તારની આસપાસ ઢેબર કોલોની, હસનવાડી, બાબરીયા કોલોની વિસ્તારો આવેલા છે. જે વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી વધુ પ્રમાણમાં છે. તાજેતરમાં ગોપાલનગર શેરી નં. 4 તથા 5માં પાંચથી સાત મુસ્લિમ પરિવારો દ્વારા મકાન ખરીદ કરવામાં આવેલ છે. જે ઊંચી કિંમત દ્વારા મકાન ખરીદ કરેલ છે જેથી આ વિસ્તારોની શાંતિ જોખમાય તેવી પૂરેપૂરી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. અમારી સોસાયટી, વિસ્તારમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગુ કરવા આપસાહેબને નમ્ર વિનંતી છે.
- Advertisement -
ભવિષ્યમાં જો તેઓની વસ્તી આ વિસ્તારમાં વધી જશે તો વાતાવરણને ખૂબ જ ગંભીર પ્રકારનું નુકસાન થશે તેવી પૂરેપૂરી શક્યતાઓ થઈ શકે તેમ હોય જેથી આપસાહેબ રેકર્ડથી ખાત્રી કરી ગોપાલનગર, શ્રમજીવી સોસાયટી, ગીતાનગર, ઢોલરીયાનગર વિસ્તારોને અસર થવાની શક્યતાઓ હોય જેથી આ વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવા આપના સ્તરેથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા નમ્ર વિનંતી છે. તાજેતરમાં જ મુસ્લિમ જ્ઞાતિનાં લોકો દ્વારા ગોપાલનગર શેરી નં. 4 તથા 5માં પ્રવેશ કરી ચૂકેલા છે જેથી હવે કોઈ બીજા રહીશો ભોગ બને તે પહેલાં તાત્કાલિક કાર્યવાહી થવા નમ્ર વિનંતી છે. આશા રાખીએ છીએ કે આ અમારી અરજી સંદર્ભે આપના સ્તરેથી તાત્કાલિક કાર્યવાહી થાય અને અમોને ન્યાય મળી રહે તેવી આશા રાખીએ છીએ.