ચીનના જેજિયાંગ પ્રાંતના યિવૂ શહેર નજીક આવેલા એક પ્રાચીન સ્થળના ખોદકામ દરમિયાન સંશોધકોને 9000 વર્ષ જુના દારૂના અવશેષો મળ્યા છે.
સંશોધકોનો દાવો છે કે, માટીના વાસણમાં આ અવશેષો મળ્યા છે અને આ વાસણો બે માનવ હાડપિંજરો પાસેથી મળ્યા છે. જે એ વાતનો ઈશારો કરે છે કે, કોઈ મૃતકના સન્માનમાં શોક મનાવવા માટે દારૂનુ સેવન કરવામાં આવ્યુ છે.
સંશોધકોનુ કહેવુ છે કે, આ પ્રકારે દારૂ પીવાનુ આયોજન એક બીજા સાથે સામાજિક સબંધોને કાયમ રાખવા માટે કરવામાં આવતુ હશે તેવુ લાગે છે. એક જર્નલમાં આ અંગે રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યુ છે. જેમાં ઉલ્લેખ છે કે, આ સાઈટ પરથી મળેલા માટીના વાસણોમાં સ્ટાર્ચ, પ્લાન્ટ્સના જિવાશ્મિ, મોલ્ડ અને ટીસ્ટના અવશેષો મળ્યા છે અને તે બતાવે છે કે, આ વાસણમાં એક સમયે દારૂ રાખવામાં આવ્યો છે.
- Advertisement -
આ ચોખાથી બનેલો એક પ્રાકરનો બીયર હોવાની શક્યતા છે. પૂર્વ એશિયામાં આ પ્રકારનો બીયર બનાવવાનુ ચલણ ઘણા સમયથી ચાલતુ આવે છે.જોકે આ બીયર હાલમાં મળતા બીયર કરતા અલગ હોઈ શકે છે. તેમાં થોડી વધારે મીઠાશ હશે અને તેનો રંગ પણ અલગ હશે. સંશોધકોના મતે અન્ય કોઈ સાઈટ પરથી આ પ્રકારના વાસણો મળ્યા નથી. સાથે સાથે આ પ્રકારની બીયર બનાવવાનુ આસાન પણ નહીં હોય. કારણકે 9000 વર્ષ પહેલા ચોખાની ખેતી પણ શરૂઆતના તબક્કામાં હતી.