ખેડૂતોએ 11 મે સુધીમાં આઈખેડૂત પોર્ટલમાં અરજી કરવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જિલ્લાની બાગાયતી ખેતી કરતા ખેડૂતો ભાઈઓ માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ સહાયલક્ષી યોજનાઓ બાગાયત વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી છે.
- Advertisement -
આ યોજનાઓનો લાભ ખેડૂતો મેળવી શકે તે હેતુથી વર્ષ 2024-25 આઈ ખેડૂત પોર્ટલમાં તા.11/5/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. કમળફલ ( ડ્રેગનફ્રૂટ )ના વાવેતર માટે સહાય, પ્લાસ્ટિક આવરણ (મલ્ચીંગ ), આંબા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, નાળિયેર વાવેતર વિસ્તાર સહાય, ફળ પાક વાવેતર, ફળ પ્લાન્ટિંગ મટીરીઅલ્સમાં 90 ટકા સહાય, પપૈયા, કેળ(ટીસ્યુ), ટીસ્યુ ખારેકની ખેતીમાં સહાય, હાઇબ્રીડ બિયારણ (શાકભાજી વાવેતર), બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, ડ્રિપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, પેકિંગ મટિરિયલ્સમાં સહાય, ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર, પાવર નેપસેક સ્પ્રેયર, સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, ઔષધીય/સુગંધિત પાકોના વાવેતર અને ડિસ્ટિલેશન યુનિટ માટે સહાય, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ, ટૂલ્સ ઇકવીપમેન્ટ, ( વજન કાંટા શોર્ટિંગ/ગ્રેડીગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટિક ક્રેટ્સ ) નેટ હોઉસ, નળાકર સ્ટ્રક્ચર, પોલી હોઉસ(નેચરલી વેન્ટિલેટેડ) – નળાકાર સ્ટ્રક્ચર માટે, સ્વ રોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટિંગ, પેકિંગ એકમ ઉભા કરવા સહાય, બાગાયતી મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય તેમજ મધમાખી ઉછેરને લગત તમામ યોજનાઓ સરકાર તરફથી મળતી આર્થિક સહાયનો લાભ લેવા માંગતા તમામ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ, 7-12-8અ જાતિના દાખલા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લઘુ કૃષિ ભવન, નીલમબબાગ, તાલુકા સેવા સદનની બાજુમાં, જૂનાગઢ ફોન નંબર (0285) 2635019 ના સરનામે પહોંચાડવા જણાવવામાં આવ્યું છે.