આ વખતેના પ્રજાસત્તાક દિવસના ચીફ ગેસ્ટ તરીકે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી હાજર રહેશે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યું કે, આ પહેલીવાર બનશે કે જયારે અરબ ગણરાજ્ય મિસ્ત્રના રાષ્ટ્રપતિ આપણા પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે પધારશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી જાન્યુઆરી 2023માં પ્રજાસત્તાક દિવસમાં મુખઅય અતિથિ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલ-સીસીને ઔપચારિક નિમંત્રણ મોકલ્યું હતું. જેને વિદેશ મંત્રી એસ. જયશંકરએ 16 ઓક્ટોમ્બરના મિસ્ત્રના રાષ્ટ્રપતિને આપ્યું હતું. બંન્ને દેશો આ વર્ષ રાજનૈતિક સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. એવામાં કહેવામાં આવ્યું કે, ભારત અને મિસ્ત્રના સભ્યતાગત તથા લોકોના લોકોની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે.
- Advertisement -
વર્ષ 1950ના પ્રજાસત્તાક દિવસમાં સુકર્ણો બન્યા મુખ્ય અતિથિ
મિત્ર દેશોના નેતા વર્ષ 1950ના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમોમાં શોભા વૃદ્ધિ કરી હતી. વર્ષ 1950માં ઇન્ડોનેશિયાએ તાત્કાલિક રાષ્ટ્રપતિ સુકુર્ણોને મુખ્ય અતિથિ રૂપે આમંત્રિત કર્યો હતા. વર્ષ 1952, 1953, અને 1966માં ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે કોઇ પણ વિદેશી નેતા ઉપસ્થિત રહ્યા નહોતા.
વર્ષ 2021માં બ્રિટિશ પીએમ બોરિસ જોનસન ચીફ ગેસ્ટ બન્યા
વર્ષ 2021માં તાત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનના મુખ્ય અતિથિના રૂપે આમંત્રિત કર્યો હતા પરંતુ બ્રિટેનમાં કોવિડ-19ના વધતા કેસોના કારણે તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો હતો.
- Advertisement -
પાંચ મધ્ય એશિયા ગણરાજ્યોના નેતાઓને આમંત્રણ
આ વર્ષ ભારતના પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમમાં પાંચ મધ્ય એશિયાઇ ગણરાજ્યોના નેતાઓને આમંત્રણ આપ્યા હતા. જ્યારે, વર્ષ 2018માં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશોના સંઘમાં બધા 10 દેશોના નેતા પ્રજાસત્તાક દિવસ પરેડમાં હાજર રહ્યા હતા. વર્ષ 2020માં બ્રાઝીલના તાત્કાલિક રાષ્ટ્પતિ જાયર બોલસોનારો મુખ્ય અતિથિ હતા.
વર્ષ 2015માં ઓબામા તો પુતિન 2007માં મુખ્ય અતિથિ બન્યા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા(2015), રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(2007), ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સાર્કોજી(2008), અને ફ્રાંસ્વા ઓલાંદ(2016) પણ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે હાજર રહ્યા હતા.