ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર, વર્તમાન તારીખ: સુરેન્દ્રનગર જિલ્લા એકેડમિક એસોસિયેશન ઓફ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં સરકારી, નોન-ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ અને સમાજ કલ્યાણના શૈક્ષણિક સ્ટાફ દ્વારા ચલાવવામાં આવતી ખાનગી ટ્યુશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ એકેડમિક એસોસિયેશન ઓફ સુરેન્દ્રનગરના ડો. એચ.કે. પરમાર, રોહિતભાઈ ઓળકીયા, હસમુખસિંહ પરમાર, ધમભા ઝાલા સહિતના આગેવાનોએ આ રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવાયું છે કે એસોસિયેશન દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે સરકાર માન્ય ગ્રાન્ટેડ શાળાના કેટલાક શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસિસ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ આવા ટ્યુશન ક્લાસિસમાં વિઝિટર લેક્ચર પણ લઈ રહ્યા છે. એકેડમિક એસોસિયેશને આ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી અને જરૂરી પગલાં લઈને આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.
વિદ્યાર્થીઓ અને અન્ય ટ્યુશન ક્લાસિસ પર અસર
- Advertisement -
એસોસિયેશનનો આક્ષેપ છે કે આ પ્રવૃત્તિને કારણે વિદ્યાર્થીઓને પોતાના જ ટ્યુશનમાં આવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ દબાણના કારણે જે લોકો ફક્ત ખાનગી ટ્યુશન ક્લાસિસ ચલાવીને ગુજરાન ચલાવી રહ્યા છે તેમના રોજગાર પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.