ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
તા.9 જૂનથી 28 જૂન સુધી પડધરી, ખંઢેરી સ્ટેશન પર ડબલ ટ્રેકનું કામ ચાલુ હોવાથી અમુક ટ્રેનોને રદ કરવામાં આવવાની છે. રાજકોટ જંક્શન ડબલ ટ્રેકનું કાર્ય 2 વર્ષથી પૂર્ણ થઈ ચૂક્યું છે અને રોજ ટ્રેનો એ ટ્રેક પર જ આવે છે. રાજકોટથી વાંકાનેર, થાન અને સુરેન્દ્રનગર જંક્શનને જોડતી રોજની એક જ મુખ્ય ટ્રેન છે. 22960/22959 જામનગર – વડોદરા ઇન્ટરસિટી આ ટ્રેન (22960/22959) 28 જૂન સુધી રાજકોટથી બંધ કરી સુરેન્દ્રનગર સુધી બંધ રાખવામાં આવી છે. જ્યારે ટ્રેન નં 22926/22926 અમદાવાદ વંદે ભારત જે જામનગર (ખંઢેરી, પડધરી પહેલા) થી સવારે 5:30 વાગ્યે ઉપડે છે તો એ ટ્રેન બંધ નથી કરવામાં આવી. અને જે ટ્રેન રાજકોટથી 6 વાગ્યે ઉપડે છે જે સામાન્ય લોકોની જીવાદોરી છે એ ટ્રેન 20 દિવસ માટે શા માટે બંધ કરવામાં આવેલ છે. રાજકોટ રેલવેના વિકાસ કામોમાં અવરોધ લાવવાની વાત નથી. મુદ્દો એ છે કે જામનગરથી જો કોઈ ટ્રેનને બ્લોક અવરોધરૂપ નથી તો રાજકોટથી શા માટે એવી ટ્રેન બંધ કરવામાં આવે.
- Advertisement -
જેમાં સામાન્ય માણસો રોજ આવે જાય છે. વંદે ભારત જેની અમદાવાદની ટીકીટ 1000 રૂપિયા આજુબાજુ છે અને 22960/22959 ઇન્ટરસિટી જે તમામ પ્રજાને અનુકૂળ ટ્રેન છે. રાજકોટથી વાંકાનેર, થાન અને સુરેન્દ્રનગર રોજની આ એકજ ટ્રેન છે. બાકી બધી ટ્રેનોના સમય પ્રતિકૂળ હોવાથી લોકો નથી જઈ શકતા. જે લોકલ ટ્રેન ઓખા વિરમગામ કોરોના કાળમાં બંધ કરવામાં આવી હતી તે હજારો અરજીઓ કરવા છતાંય નથી ચાલુ કરવામાં આવી. કોઈ ધારાસભ્ય, સાંસદ સભ્ય કોઈ પદાધિકારી આ બાબત પર નથી ચર્ચા કરતું કે નથી કોઈને પ્રજાની તકલીફ જાણવી. મોહનભાઈ કુંડારિયાને ઘણી વખત રૂબરૂ અરજી આપવા છતાં બસ હા થઈ જશે હા હમણાં વાત કરૂ છું.. બસ આવા જવાબ આપીને 5 વર્ષ કાઢી નાખ્યા. કોઈ પત્રકાર મિત્ર આ દિશામાં નથી વિચારતા. રોડ પરિવહનના એક્સિડન્ટ ઓછા થઈ શકે. જો આ ટ્રેનોને ચલાવવા માં આવે. આ બાબત ખૂબ અગત્યની છે. વિકાસ કામ ચાલુ છે સારી વાત છે. પરંતુ ગમે ત્યારે 15 થી 20 દિવસ એક જ ટ્રેન છે. બાકી લોકલ ટ્રેન તો ચાર વર્ષથી બંધ કરી દીધી છે. સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રામભાઇએ તો ફોટા પણ પડવાયા હતા કે હમણાં લોકલ ટ્રેન અને બીજી 6 ટ્રેન નવી રાજકોટ ડિવિઝનને મળે છે. હજુ સુધી એક પણ ટ્રેન ચાલું નથી.