ખવડનું હથિયાર લાયસન્સ રદ થાય તથા તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ
ખાસ-ખબર સંવાદદાતા
સમય મિરરના ડિરેક્ટર મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ દ્વારા કરવામાં આવેલ હુમલાને રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર અને ઈલેક્ટ્રોનિક મીડિયાના એસોસિયેશને વખોડી કાઢ્યું છે ત્યારે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે જેસીપી અશોક તોલંબિયાને પ્રેસ ફોટોગ્રાફર એસોસિયેશનના આગેવાનોએ દેવાયત ખવડ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને તેનો હથિયારનો પરવાનો રદ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. ફોટોગ્રાફર એસોસિયેશનના હોદ્દેદારોએ જેસીપીને જણાવ્યું હતું કે, અગાઉ પણ ડીસીપીને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈપણ પ્રકારના પગલા ન લેવાતા આ ઘટના બની છે. ત્યારે દેવાયત ખવડને તાત્કાલિક પકડી તેનું સરાજાહેર ફુલેકુ કાઢી માફી માંગે તેવી અમારી માંગ છે.