જુની કલેકટર કચેરીથી કેસરી હિન્દ પુલ તરફ જવાનો સર્વિસ રોડ કામચલાઉ બંધ કરી ડામરનો બનાવાશે
મોચી બજાર – લોહાણાપરા તરફનો ટ્રાફિક હળવો
ખાસ-ખબર સંવાદદાતા
શહેરનાં સિવિલ હોસ્પિટલ ચોકમાં કુલ પાંચ રસ્તાઓનો સંગમ થાય છે. જેના કારણે ભયંકર ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. જેનો કાયમી ઉકેલ લાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ મુખ્ય રસ્તાઓનો ટ્રાયેન્ગ્યુલર ફલાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે શહેરનાં પેડક રોડ, સંતકબીર રોડ, મોરબી રોડ, કુવાડવા રોડ તરફ જતા હજારો વાહન ચાલકો માટે રાહતનાં સમાચાર મળી રહ્યા છે. કેમ કે કેસરી હિન્દ પુલથી મોચીબજાર તરફ ખટારા સ્ટેન્ડ તરફ આવવાનો સર્વિસ રોડ ખુલ્લો મુકતા જુની કલેકટર કચેરી તરફના સર્વિસ રોડ પર ટ્રાફિક હળવો થવા પામ્યો છે. તેમજ થોડા દિવસમાં આ સવિર્સ રોડ પર ડામર કામ ચાલુ કરવાથી આ રોડ બંધ કરવામાં આવશે તેમ મનપાનાં સતાવાર સુત્રો માંથી જાણવા મળી રહ્યુ છે.
શહેરમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરળ પરિવહનના ઉદેશને પરિપૂર્ણ કરવા મહાનગરપાલિકા દ્વારા રાજય સરકારના સહયોગથી નાનામવા સર્કલ , રામાપીર સર્કલ , કે.કે.વી. ચોક . કાલાવડ રોડ જસ પાસે ઓવરબ્રીજ અંદાજીત કુલ રૂ . 275 કરોડનાં ખર્ચે નિર્માણ થઇ રહ્યા છે . આ બ્રિજનું કામ સમય મર્યાદામાં પુર્ણ કરવા અને કામમા ગતી આપવા માટે તંત્ર વાહકો સજ્જ છે ત્યારે 101.31 કરોડના ખર્ચે હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામી રહેલ ટ્રાન્યએંગલ બ્રિજને લાગુ કુવાડવા રોડથી કેસરી હિન્દ પુલથી આઇપી મીશન સ્કુલ થઇ મોચી બજાર, ખટારા સ્ટેન્ડ તરફ જવાનો સર્વિસ રોડઙ્ગ ખુલ્લો મુકવામાં આવ્યા છે. ખાડા, લોહાણાપરા અને જુની કલેકટર ઓફીસ તરફનો ટ્રાફિક હળવો થયો છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહિ. કેસરી હિન્દ પુલથી જિલ્લા કોર્ટને લાગુ ખટારા સ્ટેન્ડ ચોક સુધીનો સર્વિસ રોડ પણ ખુલ્લો મુકાતા ફોર વ્હીલર્સ સુધીના વાહન ચાલકોને રાહત થશે. સમય, શકિત, ઇંધણની બચત થવા પામી છે. જ્યારે હાલ જુની કલેકટર કચેરીથી કેસરી હિન્દ પુલ તરફ જવાનો નવા બ્રિજની સમાંતર સર્વિસ રોડ પર થોડા દિવસોમાં ડામર કામ શરૂ કરવામાં આવશે. આ ડામર કામ શરૂ થતા આ સર્વિસ રોડ 10 દિ’ બંધ રહેશે. ત્યારબાદ ફરી આ સર્વિસ રોડ કાર્યરત થશે. વાહનચાલકોને ધુળની ડમરી અને ખાડા ખબડામાંથી મુકિત મળશે.