મુકેશ અંબાણીના નેતૃત્વવાળી કંપનીએ શેરબજારમાં નવો રેકોર્ડ સર્જયો
તા.29 જાન્યુ.ના 19 લાખ કરોડનું માર્કેટકેપ બનાવ્યા બાદ કંપનીનો શેરનો ભાવ 52 સપ્તાહની સૌથી ઉંચી સપાટીએ: નંબર ટુ ઝઈજ રૂા.15 લાખ કરોડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશનાં ટોચના કોર્પોરેટ ગૃહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ એક નવી સિદ્ધિ હાંસલ કરી છે અને તે દેશની પ્રથમ રૂા.20 લાખ કરોડની માર્કેટકેપ ધરાવતી કંપની બની છે. મુંબઈ શેરબજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્ક્રીપ્ટનો ભાવ 52 સપ્તાહની સૌથી ઉંચી 2957.80 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો છેલ્લા બે સપ્તાહમાં જ રિલાયન્સની સ્ક્રીપ્ટના ભાવમાં રૂા.1 લાખ કરોડનો વધારો થયો છે અને 29 જાન્યુ.એ કંપનીએ 19 લાખ કરોડની સપાટી પાર કરી હતી અને દેશની આ સૌથી મુલ્યવાન ગણાતી કંપનીના શેરના ભાવમાં 14 ટકાનો વધારો થયો છે. ઓઈલથી ટેલીકોમ અને રીટેઈલથી ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રમાં કાર્યરત રિલાયન્સે 2005માં જ રૂા.1 લાખ કરોડનું માર્કેટકેપ મેળવ્યું હતું જયારે નવેમ્બર 2019માં તેનું માર્કેટકેપ વધીને 10 લાખ કરોડનું થયું હતું અને હવે તે દેશની સૌથી વધુ મુલ્યવાન કંપની બની છે. તેના બાદ ટીસીએસ રૂા.19 લાખ કરોડ, એચડીએફસી બેંક રૂા.10.5 લાખ કરોડ, આઈસીઆઈસીઆઈ બેંક રૂા.7 લાખ કરોડ અને ઈન્ફોસીસ રૂા.7 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવે છે.
મુશ્કેલી અને વિવાદમાં ફસાયેલી પેટીએમ માટે મુશ્કેલીનો અંત નથી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ સ્પષ્ટપણે જાહેર કર્યુ છે કે પેટીએમ સાથે તમામ સખ્તાઈથી કામ લેવામાં આવશે જેના કારણે આજે ફરી એક વખત પેટીએમના શેરના ભાવમાં કડાકો નોંધાયો હતો અને તે રૂા.385.75ની સપાટીએ પહોંચ્યો હતો અને હવે તેનું ટાર્ગેટ વધુ નીચુ જઈને રૂા.275 સુધી પહોંચશે તેવું માર્કેટમાં વિશ્લેષણ થયું છે.