આરબીએલે બ્રાન્ડને ભારતમાં રજૂ કરવા માટે બેલેન્સિયાગા સાથે ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
રિલાયન્સ બ્રાન્ડઝ લિમિટેડે (છઇક) ભારતીય બજારમાં સર્વશ્રેષ્ઠ વૈશ્વિક વસ્ત્રો લાવવા માટે હોટેસ્ટ ગ્લોબલ લક્ઝરી બ્રાન્ડબેલેન્સિયાગા સાથે વ્યૂહાત્મક સોદો કર્યો છે. આ લાંબા ગાળાના ફ્રેન્ચાઇઝી કરાર સાથે છઇક દેશમાં બ્રાન્ડ લોન્ચ કરવા માટે બેલેન્સિયાગાની એકમાત્ર ભારતીય ભાગીદાર હશે અને બેલેન્સિયાગાની માલિકી ધરાવતી કંપની કેરિંગ સાથે આરબીએલની આ બીજી ભાગીદારી છે.વર્ષ 1917માં જન્મેલા સ્પેનિશ ક્રિસ્ટોબલ બાલેન્સિયાગા દ્વારા 1937માં પેરિસમાં સ્થપાયેલી બાલેન્સિયાગાએ તેના ઉત્પતિ સ્થળે વસ્ત્રનિર્માણની રચના અને તકનીકમાં ઘણી નવીનતાઓ સાથે આધુનિકીકરણની નવી વ્યાખ્યાઓનું સર્જન કર્યું છે. વર્ષ 2015માં કળા નિર્દેશક તરીકે તેમની નિમણૂક થઈ ત્યારથી ડેમ્નાએ બાઉન્ડ્રી પુશિંગ કલેક્શન દ્વારા બાલેન્સિયાગાના વિઝનને જાળવી રાખવાનું ચાલુ રાખ્યું છે, જેમાં મહિલાઓ અને પુરુષો માટે રેડી-ટુ-વેર, એક્સેસરીઝ અને ઑબ્જેટ્સ ડી’આર્ટનો સમાવેશ થાય છે. કેટલીક બ્રાન્ડસે વાસ્તવમાં બેલેન્સિયાગાની જેમ સર્જનાત્મક પુન:અર્થઘટન અને પુન:શોધની તકને ઝડપી છે. તેમની નવીન અને ચતુરાઈપૂર્વક તૈયાર કરાયેલી રચનાઓ, લોગોનો બોલ્ડ ઉપયોગના પરિણામે ફેશન ઉદ્યોગમાં એક ચાહકોનો એક સમુહ પહેલાથી જ સમગ્ર વિશ્વમાં મજબૂત સ્થાન બનાવી ચૂક્યો છે. આ બ્રાન્ડને દેશમાં રજૂ કરવાનો આ સૌથી યોગ્ય સમય છે કારણ કે ભારતમાં લક્ઝરી વસ્તુઓના ગ્રાહક પરિપક્વ થયા છે અને તેમની વ્યક્તિત્વની રચનાત્મક અભિવ્યક્તિના સ્વરૂપ તરીકે ફેશનનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ રિલાયન્સ બ્રાન્ડઝ લિમિટેડના એમડી દર્શન મહેતાએ જણાવ્યું હતું.



