સૌરાષ્ટ્રના દરિયામાં ઓઈલના ભંડાર?
બ્લોકમાં ક્રુડ તેલ શોધવા વેદાંતા અને સનફાર્મા ગ્રુપની કંપની સન પેટ્રોકેમિકલ પણ સામેલ: ટૂંક સમયમાં થશે બિડિંગ
- Advertisement -
મુંબઇથી કચ્છ સુધીના દરિયાઇ લાઇનના પેટાળમાં ખનીજોનો ભંડાર હોવાની શકયતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી સમયમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે વિકાસની એક વિશાળ તક સર્જાય તેવા સંકેત છે. દેશની ટોચની ઓઇલ ઉત્પાદક સરકારી જાહેર સાહસ ઓઇલ એન્ડ ગેસ કમીશન એ સૌરાષ્ટ્ર બેસીન તરીકે ઓળખાતા દરિયાઇ ક્ષેત્રમાં તેલ શોધ (ક્રુડ ઓઇલ) માટે ખાનગી ક્ષેત્રની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ અને બ્રિટનની બીપી કંપની સાથે હાથ મિલાવ્યા છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર બેસીન તરીકે અથવા તો વેસ્ટર્ન ઓફશોર તરીકે ઓળખાતા વિસ્તારમાં બ્લોક-જીએસ-ઓએસએસપી- 2022/2 ક્ષેત્રમાં ઓપન એન્ક્રેજ લાયઝેનિંગ પોલીસી હેઠળ 28 બ્લોક માટે બીડની તૈયારી થઇ છે અને તેમાં વેદાંતાની સાથે સ્પર્ધામાં આ ઓએનજીસી, રિલાયન્સ અને બીપી સંયુકત રીતે બીડ કરશે. વેદાંતાએ તમામ 28 બ્લોક માટે બીડ કરી દીધી છે અને અત્યાર સુધીમાં કુલ 60 બીડ મળી છે. જેમાં ભારતમાં ફાર્મા ક્ષેત્ર જાણીતી કં5ની સનફાર્માના માલિક દિલીપ સંઘવી એ સન પેટ્રો કેમીકલ્સ નામની નવી કં5ની પણ મારફત બીડ કરવા નિર્ણય લીધો છે. ઓએનજીસી 19 બીડ કરી છે અને તેણે રિલાયન્સ અને બીપી સાથે હાથ મિલાવ્યા છે અને તેમાં ચાર બીડ સંયુકત રીતે કરવામાં આવી છે. સૌથી મહત્વનું એ છે કે બોમ્બે હાઇ તરીકે ઓળખાતા વિસ્તારમાં લાંબા સમયથી ક્રુડ ઓઇલ ક્ષારકામ ચાલુ છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં ગોદાવરી બેસીનમાં પણ હાલમાં જ ક્રુડ તેલના નવા ભંડાર મળી આવ્યા છે અને તે બાદ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ક્ષેત્રમાં આ પ્રકારે ક્રુડ ઓઇલનું શારકામ એ આગામી સમયમાં ભારતમાં ક્રુડ તેલ ઉત્પાદનમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાને પણ સામેલ કરી દે તો આશ્ર્ચર્ય થશે નહીં.
સૌરાષ્ટ્રના દરિયા કિનારે રિલાયન્સ અને રશીયન કંપની નયારાની રિફાઇનરી આવેલી છે અને તે વિદેશથી આવતા ક્રુડ તેલનું રિફાઇન કરીને પેટ્રોલ-ડિઝલ અને કેમીકલ સહિતનું ઉત્પાદન કરે છે.
શું છે સૌરાષ્ટ્ર બેસીન?
હાલમાં જ આઇઆઇટી મુંબઇ અને રાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન અધ્યન કેન્દ્ર તિરૂવંતપુરમની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર બેસીનના દરિયાઇ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સંશોધન કરવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય ઉદ્દેશ તેના તળમાં જે ખનીજ સહિતના પદાર્થો છે તે અંગે માહિતી મેળવવામાં આવી હતી પશ્ર્ચિમ ભારતમાં અને ગુજરાતના પશ્ર્ચિમમાં મુંબઇ તટ રેખાથી ઉતરમાં સૌરાષ્ટ્ર બેસીન સમુદ્ર અને જમીન બંનેનું 2.40 લાખ વર્ગ કિ.મી.નો ક્ષેત્ર છે અને તેનો મોટો ભાગ જવાળામુખીના ખડકોમાં દબાયેલો છે. જેને ડેકકન ટ્રેક તરીકે ઓળખવામાં આવે છે. 66 મીલીયન વર્ષ પહેલા પશ્ર્ચિમી ઘાટ પર જવાળામુખી વિસ્ફોટો થયા હતા અને તેના કારણે જવાળામુખીની રાખ અને ખડકોનું સર્જન થયું હતું અને 100 બીલીયન વર્ષ પહેલા મેડાગાસ્કરથી એક કુદરતી પ્રક્રિયા મારફત ભારત અલગ થયું અને ભારતનું પશ્ર્ચિમી કિનારા એક મજબુત વિસ્તાર બની ગયો છે. ડેકકન જવાળામુખી વિસ્ફોટકે સૌરાષ્ટ્ર બેસીનના એક મોટા ક્ષેત્રને કવર કર્યુ છે અને તેેને કારણે આ ક્ષેત્રમાં ખનીજની સંઘરચના ખુબ જ મોટા પ્રમાણમાં હોય તેવી શકયતા છે અને ભવિષ્ય યુરેનીયમ-થોડીયમ પણ મળી શકે છે.