પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદને લઈ સી.આર.પાટીલનું મોટું નિવેદન
સૌને સાથે લઇને ચાલે તેવા વ્યક્તિને જવાબદારી સોંપાય
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.4
- Advertisement -
પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે. જેમાં સી.આર.પાટીલના સંબોધનથી બેઠકની શરૂઆત થઇ છે. તેમાં લોકસભા ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા થશે. તેમજ દિવસ દરમિયાન અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. કારોબારી બેઠકમાં શોક ઠરાવો રજૂ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મનોમંથન થશે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદને લઈ પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં કારોબારી બેઠકમાં સી.આર.પાટીલનું નિવેદન છે કે ‘એક વ્યક્તિ, એક હોદ્દો’ એ પાર્ટીનો નિયમ છે. મે હાઇ કમાન્ડમાં વિનંતી કરી છે. મને અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. સૌને સાથે લઇને ચાલે તેવા વ્યક્તિને જવાબદારી સોંપાય. લોકસભાની ચૂંટણી મુદ્દે પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું છે કે 15 હજાર બુથમાં ગત ચૂંટણીમાં માઇનસમાં રહ્યાં હતા. જે બુથમાં માઇનસમાં રહ્યાં ત્યાં કામ કરવાની જરૂર છે. બુથમાં લોકોને ભેગા કરો, ચા પીવડાવો, સંપર્કમાં રહો. બનાસકાંઠા બેઠક પર હાર મુદ્દે પાટીલનું નિવેદન છે કે આપણે એક બેઠક હાર્યા તેનું દુ:ખ છે. તથા 30 હજાર મતથી હાર્યા તે યાદ રાખવું જોઇએ. લોકસભાની ચૂંટણીમાં કુલ 2 કરોડ મત મળ્યા છે. 2.25 કરોડ મળ્યા હોત તો 5 લાખનાં ટાર્ગેટ પૂર્ણ થયો હોત.
અન્ય સંગઠન લક્ષી કાર્યક્રમોની રૂપરેખા પર ચર્ચા થશે. સદસ્યતા અભિયાન, સંગઠન પર્વની રૂપરેખા પર ચર્ચા થશે. તેમજ ઈખ ભૂપેન્દ્ર પટેલ અને પિયુષ ગોયલ સંબોધન કરશે. તથા 5 સેશનમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાશે. બોટાદના સાળંગપુરમાં ભાજપની બેઠક મળશે. સી.આર.પાટીલ, ભુપેન્દ્ર પટેલ, પિયુષ ગોયલ, વી રત્નાકર અને બ્રમ્હ વીહારી સ્વામી સંબોધન કરશે. કારોબારી બેઠકમાં ગત લોકસભા ચૂંટણીની સમીક્ષા કરવામાં આવશે તથા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મનોમંથન થશે. એ સિવાય સદસ્યતા અભિયાન, સંગઠન પર્વ અને અન્ય સંગઠન લક્ષી કાર્યક્રમોની રૂપરેખા પર ચર્ચા થશે.
સી.આર.પાટીલના સંબોધનથી કારોબારીની શરૂઆત થઇ
આજે સી.આર.પાટીલના સંબોધનથી કારોબારીની શરૂઆત થઇ છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું સંબોધન તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ 20 મિનિટ ઉદ્ધાઘાટન સંબોધન કરાયુ છે. તેમજ 5 મિનિટનો શોક પ્રસ્તાવ રહેશે. 45 મિનિટ કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર બન્યા મુદ્દે અભિનદન પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી છે. 90 મિનિટ નવા સાંસદ અને ધારાસભ્યનું સ્વાગત ચૂંટણી સમીક્ષા અને અને આગામી કાર્યક્રમ પર ચર્ચા થશે. 30 મિનિટ બ્રમ્હ વિહારી સ્વામીનું સંબોધન છે તેમજ અધ્યક્ષ ટિપ્પણી અને પિયુષ ગોયલનું સમાપન સંબોધન રહેશે.
- Advertisement -