વેપારીઓ ચેતી જજો
કાનુની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા
કચેરીના ટોલ ફ્રી નં. ઉપર નોંધાવી શકો છો ફરિયાદ
કચેરીના ટોલ ફ્રી નં. ઉપર નોંધાવી શકો છો ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
રોંજીંદા જીવનમાં કરવામાં આવતાં સામાન્ય વ્યવહારમાં ચલણી સિક્કાની મહત્વની ભુમિકા રહેતી હોય છે. 10 રૂપિયાની નોટ ન હોય અથવા 5 રૂપિયા પરત લેવાના હોય ત્યારે સિક્કો જ મોટાભાગે કામ આવતો હોય છે. પરંતુ આજકાલ વેપારીઓ દ્વારા 10 રૂપિયાના સિક્કાને સરળતાથી સ્વીકારતાં નથી તેમજ ગ્રાહક 10 રૂપિયાની નોટ જ આપે તેવી અપેક્ષાઓ રાખતાં હોય છે. જેના લીધે ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ત્યારે હવે વેપારીઓ જેતી જજો.
વેપારીઓ દ્વારા બજારમાં રૂપિયા 1, 5 અને 10ના ચલણી સિક્કા ન સ્વીકારવાની વાત – ફરિયાદ આર.બી.આઈ.ના સુધી પહોંચી છે. આર.બી.આઈ દ્વારા માન્ય ભારતીય ચલણનો અસ્વીકાર કરવો એ આરબીઆઈ એક્ટ 1934નો ભંગ છે. તેથી ચલણી સિક્કાનો અસ્વીકારએ ગંભીર ગુનો બને છે અને જેના માટે વેપારી સામે દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. સાથો સાથ ગ્રાહક સુરક્ષા અધિનિયમનો પણ ભંગ થયો ગણાય છે.
વેપારીઓ ચલણી સિક્કાનો અસ્વીકાર કરીને ભારતીય ચલણ માટે અવિશ્વાસનું વાતાવરણ સર્જે છે. જે યોગ્ય બાબત નથી. આરબીઆઈએ ગ્રાહકોના હિતને પ્રાધાન્ય આપતાં જણાવ્યું છે કે, કોઈપણ વેપારી ચલણી સિક્કાને સ્વીકારવાની ના પાડે તો આર.બી.આઈ.ના ઘળબીમતળફક્ષમાં ફરિયાદ કરી શકે છે. આર.બી.આઈના આ નિર્ણયને લીધે ગાંધીનગરની કાનુનીમાપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી પણ કાર્યરત થઈ ગઈ છે. કચેરી દ્વારા જણાવાયું છે કે, ગ્રાહક ઈમેલ tolmap- ahd Gujarat.gov.in તેમજ ટોલ ફ્રી નંબર 079-232 55700 પર સંપર્ક કરીને આપની લેખિત ફરિયાદ આપી શકો છો.
- Advertisement -
ચેમ્બરનું કાન ફાડી નાંખતું મૌન
ચલણી સિક્કાઓ સંદર્ભે ચેમ્બર્સ ઓફ કોમર્સનું મૌન ઉડીને આંખે વળગે તેવું છે. વેપારીઓના હિત માટે બોલતી ચેમ્બર્સ ઓફ કોમર્સનું ગ્રાહકોના અધિકાર પ્રત્યે કોઈ દાયિત્વ નથી ? સરકાર અને વેપારી સંગઠનોની કઠપૂતળી ન બની રહેતાં ગ્રાહકોને થતાં પ્રશ્ર્નોને વાચા આપવા માટે આગળ આવવું જોઈએ. સ્વહિતને સંતોષતા વેપારીઓને જવાબ આપવા માટે ચેમ્બર્સ ઓફ કોર્મસ પાછી પાની કરતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વેપારીઓને કારણે ગ્રાહકોને થતી મુશ્કેલીઓને ચેમ્બર્સ ઓફ કોમર્સે ધ્યાને લેવી જોઈએ અને નક્કર પગલાં લઈને ઉદાહરણ રૂપ દાખલો બેસાડવો જોઈએ.
ગ્રાહક સુરક્ષાની સંસ્થા શા માટે ચૂપ?
ખાનગી કંપનીઓ સામે આક્રોશ ઠાલવીને ગ્રાહકોને ન્યાય અપાવતી ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ ચલણી સિક્કાની અસ્વીકારની બાબાત અંગે નિષ્ક્રિય જણાઈ રહી છે. રાજકોટમાં ગ્રાહકો સાથે પણ આ ઘટના બનતી હોય છે ત્યારે કોઈપણ સંસ્થાએ આ બાબતની નોંધ લીધી નથી. રોજ બની શકે તેવી ઘટનાઓ પ્રત્યે જ ઘ્યાન ન આપનાર સંસ્થાઓએ હવે જાગી જવાની જરૂર છે અને સાચા અર્થેમાં ગ્રાહકોની નાની મુશ્કેલીઓનું નિવારણ કરીને સુક્ષ્મ સુરક્ષા પણ પ્રદાન કરવી જોઈએ.