જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લામાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી મેંદરડા ખાતે થવાની છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાઇ રહ્યો છે અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવશે. જેના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યુ હતુ. પ્રજાસત્તાક પર્વનો જુનાગઢ જિલ્લા કક્ષાનો સમારોહ મેંદરડા ખાતે યોજાશે તેને લગતી તમામ તૈયારીઓને આખરી રોપ અપાઇ રહ્યો છે શુક્રવારે નાજાપુર રોડ પર આવેલા ગ્રાઉનડ ખાતે ઘ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યુ હતુ.