આગામી અમરનાથ યાત્રા માટે શ્રધ્ધાળુઓ આજથી અગ્રિમ રજિસ્ટ્રેશન કરાવી શકશે. યાત્રા 30 જૂનથી શરુ થશે અને 11 ઓગસ્ટે રક્ષા બંધનના દિવસે સંપન્ન થશે. રજિસ્ટ્રેશન માટે દેશભરમાં ત્રણ બેન્કોની 466 શાખાઓમાં સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રજિસ્ટ્રેશનની આ સુવિધા પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ કાશ્મીર બેન્ક, યેસ બેન્કની 466 શાખાઓમાં ઉપલબ્ધ કરાઈ છે. આ યાત્રા માટે જરુરી સ્વાસ્થ્ય પ્રમાણપત્ર માટે રાજ્યોની વિભિન્ન હોસ્પિટલોમાં વ્યવસ્થા કરાઈ છે. અમરનાથ યાત્રા માટે 13 વર્ષથી નીચેના અને 75 વર્ષથી વધુ વયના લોકો માટે પ્રતિબંધ છે.
અમરનાથ યાત્રા માટે દેશની ત્રણ બેન્કોમાં રજિસ્ટ્રેશન શરૂ
You Might Also Like
Follow US
Find US on Social Medias