ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક શાખાના અધિકારીને સૂચના આપી છે. પોરબંદરવાસીઓ પોરબંદરથી હર્ષદ તથા દ્રારકા રાતના સમયે પગપાળા ચાલીને જતા હોય છે, ત્યારે અકસ્માત થવાની સંભાવના રહેલી છે, જેથી પદયાત્રીઓને રિફલેકટીવ જેકેટ ટ્રાફિક શાખા તરફથી આપવામાં આવે. જેકેટ પદયાત્રીઓ રાત્રીના સમયે ચાલતા દરમ્યાન પહેરશે, તો અકસ્માતથી બચી શકશે. પોરબંદરથી હર્ષદ-દ્વારકા જતા પદયાત્રીઓએ જીલ્લા ટ્રાફિક શાખાનો સંપર્ક સાધી જરૂરિયાત મુજબ રિફલેકટીવ જેકેટ મેળવી લેવા તેમજ પદયાત્રા પૂર્ણ થયે જીલ્લા ટ્રાફિક શાખા ખાતે જમા કરવાના રહેશે. જીલ્લા ટ્રાફિક શાખા પોરબંદર ટેલીફોન નં.0286-2248100 તથા ટ્રાફિક શાખાના પો.હેડ કોન્સ.અશોકભાઈ ગોંડલીયા મોં.9274268660 ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.