ત્રણ દિવસમાં 2000 દર્દીઓનું નિદાન કરી મફત ચશ્મા અપાયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
સમગ્ર વિશ્વમાં માનવ સેવાના માટે કાર્યરત સંસ્થા રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. તેના ભાગરૂપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા અને પોરબંદર તાલુકા શાખાના સંયુક્ત ઉપક્રમે પોરબંદર જિલ્લાના જરૂરિયાતમંદ લોકો માટે આખનું નિદાન અને મફત ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
- Advertisement -
નવયુગ વિદ્યાલય ખાતે સતત ત્રણ દિવસ સુધી આયોજિત આ કેમ્પમાં પોરબંદર શહેર અને જિલ્લાના 2000 લોકોની આંખોનું નિદાન કરીને મફત ચશ્માં આપવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા, જિલ્લા શાખાના ચેરમેન લાખણશી ગોરાણીયા, સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા, ખજાનચી ચંદ્રેશ કિશોર, બિંદુબેન થાનકી, રાજેન્દ્ર નાયર, રામભાઈ ઓડેદરા, ધર્મેન્દ્ર વાઘેલા, ધવલ ખૂંટી, પ્રકાશ જોશી, જયેશ લોઢિયા, કેતન પટેલ, ચંદ્રિકા તન્ના, જીગ્નેશ પુરોહિત, નરેશ થાનકી, રાજુ ગોઢાણીયા, સંજય ખૂંટી, સ્નેહા રાયચુરા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં આંખોના નિદાન માટે હિમાંશુ શ્રીમાળી, બલદેવ શ્રીમાળી અને પ્રતીક કડીયાએ સેવાઓ આપી હતી.