રસ્તા પર પાણી ભરાયાં: પોલીસની ઘરમાંથી બહાર ન જવાની સલાહ
પશ્ર્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 13નાં મોત
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે. આ કારણે, પોલીસે એક એડવાઈઝરી જાહેર કરીને લોકોને જરૂરી ન હોય ત્યાં સુધી ઘરોમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી છે. તેમને દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળવા પણ કહેવામાં આવ્યું છે.
ગુરુવારે હવામાન વિભાગે મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. તે જ સમયે, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ છે. ગુરુવારે પશ્ર્ચિમ બંગાળના બાંકુરા અને પૂર્વ બર્દવાન જિલ્લામાં વીજળી પડવાથી 13 લોકોનાં મોત થયા હતા. આ દરમિયાન ઓડિશા પોલીસે ગંધામર્દન ટેકરીઓ પર ફસાયેલા 17 પ્રવાસીઓને બચાવ્યા હતા. હિમાચલ પ્રદેશના મંડીમાં રસ્તો તૂટી પડવાને કારણે એક બસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 147 લોકોનાં મોત થયા છે. 1387 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. આજે દેશમાં ઓડિશા, છત્તીસગઢ, પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગોવામાં વરસાદ માટે રેડ એલર્ટ છે. તે જ સમયે, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ છે. બિહારના નવાદા જિલ્લામાં ભારે વરસાદને કારણે સદર હોસ્પિટલના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. દર્દીઓ અને તેમના પરિવારોને પાણીની વચ્ચે સારવાર લેવી પડી રહી છે.
મુંબઈમાં ભારે વરસાદની સાથે, બપોરે 12:41 વાગ્યે દરિયામાં ભરતી શરૂ થઈ. તેનું મહત્તમ સ્તર 4.64 મીટર હોઈ શકે છે.



