વાવાઝોડાં ‘સાઓલા’ના કારણે ટ્રેનો-ફ્લાઈટો-સ્કૂલો બંધ
ખાસ-ખબર સંવાદદાતા
ચીનમાં આજે ભારે અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે. ચીનમાં વાવાઝોડા ‘સાઓલા’ ને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું પ્રતિ કલાક 200 કિમીની સ્પીડે દક્ષિણપૂર્વ કિનારે આગલ વધી રહ્યું છે. વાવાઝોડાની સૌથી વધુ અસર હોંગકોંગ અને ગુઆંગ્ડોંગપર થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ વાવાઝોડાને પગલે આજે સવારે 6 વાગે એલર્ટ જારી કર્યું હતું. વિભાગે જણાવ્યું કે, હાલ સાઓલા વાવાઝોડું ગુઆંગડોંગ પ્રાંતથી લગભગ 315 કિલોમટીર દુર છે અને દક્ષિણ પૂર્વ સ્થિત છે…ચીનના હવામાન ખાતાએ જણાવ્યું કે, આજે બપોરે પવનની ગતિ પ્રતિ કલાક 209 કિલોમીટર નોંધવામાં આવી છે. હવામાન ખાતાના અંદાજ મુજબ સાઓલા વાવાઝોડું એક સપ્ટેમ્બરે હુઈલાઈ કાઉન્ટીથી હોંગકોંગ સુધી દરિયા કિનારે લેન્ડફોલ થશે. તેમણે કહ્યું કે, ટકરાયા બાદ વાવાઝોડાની સ્પીડમાં ખતરનાક વધારો થશે…
- Advertisement -
સ્ટોક એક્સચેન્જ પણ બંધ રાખવાની તૈયારી
બીજીતરફ વાવાઝોડાને પગેલ હોંગકોંગ સરકાર સક્રિય મોડમાં આવી ગઈ છે… તેમણે કહ્યું કે, આવતીકાલે એટલે કે શુક્રવારે પવનના સિગ્નલને વધારવામાં આવશે, ત્યારબાદ શહેરના બિઝનેસ, સ્ટોક એક્સચેન્જ પણ બંધ કરવામાં આવશે. ઉપરાંત સ્કુલોને પણ બંધ રાખવામાં આવશે. એલર્ટ જારી કર્યા બાદ લોકોનો આશંકા છે કે, દુકાનો સહિત બધુ જ બંધ થઈ જશે, જેથી દુકાનો પર લોકોની ભીડ જોવા મળી… ડાઉનટાઉન વાન ચાઈ જિલ્લામાં ખાદ્ય સામગ્રી ખરીદવા માટે લોકોની ભીડ ઉમટી પડી… શહેરમાં શાકભાજીની દુકાનથી લઈને સુપર માર્કેટ સુધી લોકોની ભીડ ઉમટી પડી છે. બીજીતરફ શેન્જેનના બાઓન એરપોર્ટ પર આવતીકાલ બપોર બાદ તમામ ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી છે. ઉપરાંત ચીન રેલવેએ ઘણી મુખ્ય રેલવે લાઈનો પરની ટ્રેનો કેન્સલ કરી દીધી છે. ખાસ કરીને ગુઆંગડોંગ જતી તમામ ટ્રેનો કેન્સલ કરી દીધી છે.