કુલ 3,77,815 મિલ્કત ધારકોએ 327.49 કરોડ વેરો ભર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા કમિશનર આનંદ પટેલની સુચના હેઠળ વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશની કામગીરી હાથ ધરાવામાં આવી હતી. જેમાં શહેરનાં કુલ 6 વોર્ડમાંથી 24-મિલ્કતો સીલ, 10- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ અને રૂા.37.60 લાખ રીકવરી કરવામાં આવી હતી.
શહેરનાં વોર્ડ નં-6 મહિકા માર્ગ પર આવેલા 2-યુનિટને નોટીસ આપેલી. વોર્ડ નં-7 રૈયાનાક રોડ પર આવેલા 18-યુનિટને સીલ મારેલ. રૈયાનાકા રોડ પર આવેલા 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.78 લાખ. વોર્ડ નં-12 મવડી વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.78,680. 150 ફુટ રીંગ રોડ પર આવેલા જગદિશ ઓટો તિરુપતીના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.67 લાખ. વોર્ડ નં-13 ગોકુલનગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.00 લાખ.વોર્ડ નં-16 કોઠારીયા રોડ પર આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.61,000.વોર્ડ નં-18 બોલબાલા રોડ પર આવેલા 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.23 લાખ. કોઠારીયા રોડ પર આવેલા 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.99.400 કરી. જ્યારે 80 ફુટ રીંગ રોડ પર આવેલ સ્વાતી પાર્કમાં1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ84,640ની કરવામાં આવી હતી. કુલ 3,77,815 મિલ્કત ધારકોએ 327.49 કરોડ વેરો ભર્યો છે.
આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી.કમિશ્ર્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.