-12 રાષ્ટ્રીયકૃત બેંકોના નફો રૂા.એક લાખ કરોડને પાર થયો અને કેન્દ્રને પણ ડિવિડન્ડમાં તગડો ચેક અપાયો: સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા મોખરે
-બેંકો માટે એનપીએ પ્રોવિઝન પણ આઠ માસના તળીયે રૂા.97000 કરોડ: વ્યાજદરમાં વધારો અને રીકવરીના કારણે બેંકો હવે તંદુરસ્ત હાલતમાં
- Advertisement -
કેન્દ્રની મોદી સરકાર માટે અચ્છે દિન આવી ગયા છે અને એક વખત ધોળા હાથી પુરવાર થતા કેન્દ્રના જાહેર સાહસોની બેંકો (રાષ્ટ્રીયકૃત બેંકો) દ્વારા નાણાકીય વર્ષ 2023માં રેકર્ડબ્રેક ડિવિડન્ડ કેન્દ્રને આપવામાં આવશે. કેન્દ્રના 12 જાહેર સાહસોની બેંકોએ કેન્દ્ર સરકારના શેર હોલ્ડીંગ પર નાણાકીય વર્ષ 2023માં રૂા.21000 કરોડનું ડિવિડન્ટ આપવાની જાહેરાત થઇ છે. જે અગાઉના વર્ષ કરતા પ3 ટકા વધુ છે. નાણાકીય 2022માં રાષ્ટ્રીય કૃત બેંકો મારફત કેન્દ્રને રૂા.13710 કરોડનું ડિવિડન્ડ મળ્યું હતું.
ચાલુ વર્ષે બેંકો દ્વારા તેના નફામાં નવા રેકોર્ડ કરવામાં આવ્યા છે અને તેમાં સ્ટેટ બેંક ઓફએ પ્રથમ વખત રૂા.50000 કરોડથી વધુનો નફો કર્યો છે જેમાંથી તે રૂા.10085 કરોડનું ડિવિડન્ડ તેના શેર હોલ્ડર્સને આપશે જેમાં તેને કેન્દ્ર સરકારનો સમાવેશ થાય છે અને કેન્દ્રને એસબીઆઇ તરફથી રૂા.5740 કરોડનું ડિવિડન્ડ મળશે. આ ઉપરાંત બેંક ઓફ બરોડાએ રૂા.ર848 કરોડ કેનેરા બેંક દ્વારા 2177 કરોડનું ડિવિડન્ડ કેન્દ્રને આપવાની જાહેરાત કરી છે. દેશની સરકારી બેંકોનો કુલ નફો 2023ના નાણાકીય વર્ષમાં રૂા.1.05 લાખ કરોડનો નોંધાયો છે.
જે તેના અગાઉના વર્ષ કરતા 57 ટકા વધુ છે અને તેથી કેન્દ્ર સરકારને તેમાંથી વધુ ડિવિડન્ડ મળે તે મહત્વનું છે. ર018માં બેંકોએ રૂા.76000 કરોડની ખોટ કરી હતી તેના બદલે પાંચ જ વર્ષમાં સ્થિતિ બદલાઇ ગઇ છે તે સૂચક છે. જાહેર સાહસોની બેંકોએ નાણાકીય વર્ષ 2023ના વર્ષમાં રૂા.8.51 લાખ કરોડનો વ્યાજ આવક મેળવી છે જે તેના અગાઉના વર્ષે રૂા.7.9 લાખ કરોડ હતી જેમાં અન્ય આવક પણ બેંકોની વધી છે. ખાસ કરીને બેંકના વ્યાજદર વધતા તેમજ રીકવરી ઝડપી બનતા બેંકોની વ્યાજ આવક પણ વધી છે
- Advertisement -
અને તેનું એનપીએ નિયંત્રણમાં આવ્યું છે. જાહેર સાહસોની બેંકોના એનપીએ 2023ના વર્ષમાં જે ઘટયુ તેના કારણે પ્રોવિઝન ઓછું કર્યુ છે અને ચાલુ વર્ષે ફકત રૂા. 97000 કરોડનું પ્રોવિઝન થયું છે જે છેલ્લા 8 વર્ષમાં સૌથી ઓછું છે. સરકારને જે વધારાની ડિવિડન્ડની આવક મળી છે તેનાથી તેની ખાધ ઘટાડવામાં પણ મદદ મળશે. જાહેર સાહસોની પેડ અપ કેપીટલ પણ વધી છે અને નાણાકીય વર્ષ 2023ના અંતે રૂા.72200 કરોડ નોંધાય છે.