10 કિલો કેરીના બોકસના 600થી 1000 સુધી ભાવ બોલાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આવેલ ફ્રુટ બજારમાં આજે ગીરની વિશ્ર્વ વિખ્યાત કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી હતી. સોરઠ પંથકના ખેડૂતો યાર્ડમાં કેસર કેરીના બોકસ લઇને હરરાજીમાં આવ્યા હતા. જેમાં આજરોજ 10 હજાર જેટલા કેરીના બોકસ જોવા મળ્યા હતા. જેમાં 10 કિલો કેરીના બોસનો ભાવ 600થી 1000 સુધી ભાવ જોવા મળ્યો હતો. ત્યારે હજુ આગામી દિવસોમાં કેરીની આવક વધશે.
ગીરની કેસર કેરી જગ પ્રસિઘ્ધ છે ત્યારે દિવસે દિવસે કેરીની આવક વધવા લાગી છે જેમ જેમ કેરીની આવક વધશે તેમ તેમ હજુ ભાવ ઘટતા જોવા મળશે. હાલ કેરીની બાગાયત ખેતી કરતા ખેડૂતોને બજારમાં સારા ભાવ મળી રહ્યા છે જેના લીધે ખેડૂતોને ફાયદો જોવા મળી રહ્યો છે. જો કે, આ વર્ષે મિશ્ર ઋતુનું વાતાવરણ હોવાના કારણે કેસર કેરીના પાકના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે હાલના સંજોગોમાં કેરીની સીઝન પુર બહારમાં જોવા મળી રહી છે ત્યારે ખરા અર્થની મીઠી મધુર કેસર કેરી હજુ 10 દિવસ પછી જોવા મળશે. તેમ ખેડૂતોનું માનવુ છે.