સૌરાષ્ટ્ર યુનિ.ના CCDC સેન્ટરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ પણ અપાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 9 તેજસ્વી છાત્રોએ અધ્યાપક થવા માટેની જરૂરી નેટ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. સૌરાષ્ટ્ર યુનિ.ના કેરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર સી.સી.ડી.સી. અંતર્ગત ચાલતા નેટ-સ્લેટ તાલીમ કેન્દ્ર માં જનરલ પેપર 1 ની નિ:શુલ્ક તાલીમ અને જુદા-જુદા 29 અનુસ્નાતક ભવનો મારફત વિષયના પેપર-2 ની નિ:શુલ્ક તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પણ અધ્યાપકોના આ અમૂલ્ય પરિશ્રમને પ્રોત્સાહિત કરતા હોય તેમ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દર વર્ષે નેટ તથા જીસેટ પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પરિણામમાં પ્રથમ ક્રમે મૂકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ડંકો વગાડી રહ્યા છે કેરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર દેશભરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેસ્ટ પ્રેક્ટીસ તરીકે નેક બેંગ્લોર મારફત ઓફિસિયલ જાહેર કરેલ છે ત્યારે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુનિવર્સિટીના છાત્રો રેકોર્ડ બ્રેક પરિણામ મેળવી યુનિવર્સિટીની બેસ્ટ પ્રેક્ટીસને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે જે તેના છેલ્લા પાંચ વર્ષના પરિણામો ઉપરથી પ્રતિસ્થાપિત થાય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. ઉત્પલ જોષી, કુલસચિવ રમેશભાઈ પરમાર, સી.સી.ડી.સી. ના સંયોજક પ્રોફેસર નિકેશ શાહ, યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના વડાઓ અને યુનિવર્સિટીના સૌ અધ્યાપકો તથા નેટ/સેટ કોચીંગ સેન્ટરમાં આવનાર રીસોંસ પર્સનો જેવા કે, ડો. દિપક પટેલ, ડો. રાહુલ રાવલીયા, ડો. નીપાબેન પાંધી, ડો. અમર પટેલ, ડો. નયન જોબનપુત્રા, સમીર જાવીયા તથા અલ્તાફ નાડ અને નેટ-સેટ કોચિંગના સર્વ સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, હિરાબેન કીડીયા તથા સોનલબેન નિમ્બાર્ક વગેરે મારફત સફળતા મેળવનાર છાત્રોને અભિનંદન પાઠવી છે.