પોતાના ક્ષેત્રમાં કામ કરવા ભુપેન્દ્ર પટેલની મંત્રીઓને ટકોર
ગુજરાતના તમામ મંત્રીઓના ઇન્ટેલિજન્સ રીપોર્ટ કાર્ડ મંગાવાયા!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી સમયે ભાજપમાં સર્જાયેલા અનેક વિખવાદો સતત સપાટી પર આવી રહ્યા છે. તે વચ્ચે શનિવારે રાજ્યના વહીવટી માળખામાં થયેલા ફેરફાર અને આઇએસ અધિકારીઓની મોટા પાયે બદલી સાથે હવે આઇપીએસની બદલી પણ આવી રહી છે તેવા સંકેત છે અને વિધાનસભાની બેઠક પૂર્વે મંત્રીઓને પણ તેમના રિપોર્ટ કાર્ડ આપવા જણાવાયું છે.
સુત્રોના જણાવ્યા મુજબ કેબીનેટમાં પુન: રચના અંગે લાંબા સમયથી ચર્ચા છે અને હવે તે નજીક આવી ગયું હોવાનું માનવામાં આવે છે અને સુત્રોના જણાવ્યા મુજબ સરકારે તેના વર્તમાન 3 મંત્રીઓને ઇન્ટેલીજન્સ રીપોર્ટ પણ તૈયાર કરવા આઇબીને જણાવ્યું છે. જો કે એ અલગ વાત છે કે ગુજરાતના આઇબી એટલે કે ઇન્ટેજન્સ બ્યુરોમાં હાલ કોઇ વડા નથી. અને ઇનચાર્જથી કામ ચલાવાય છે તે પણ પ્રથમ વખત બન્યું છે.
રાજ્ય સરકારે પ્રથમ વખત તેના જ મંત્રીઓનો ઇન્ટેજન્સ રીપોર્ટ મંગાવ્યો છે અને તેથી જ હવે મંત્રી મંડળની પુન: રચના નજીકમાં હોવાનું માનવામાં આવે છે. સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં મુખ્યમંત્રીએ પણ મંત્રીઓને તેમના કામ અંગે ટક્કોર કરવી પડી હતી. શ્રી ભુપેન્દ્ર પટેલે માર્મીક શબ્દોમાં જણાવ્યું હતું કે વિધાતાએ ગુજરાતની સાત કરોડ જનતામાં આપણે 16ને જવાબદારી સોંપી છે. તેનો કાંઇક અર્થ હશે અને તમે લોકો શું કરી રહ્યા છો તે કોઇ જાણતું નથી તેવું માનતા નહીં બધાને બધી ખબર જ હોય છે એટલે માપમાં રહેવું અન્યથા ભવિષ્ય માટે તૈયાર રહેવું આમ મંત્રીઓને પણ આડકતરી રીતે તેના પર નજર છે તેવું કહી દેવાયું છે અને હવે ક્યારે કોની પર ગાજ પડે તે જ ચર્ચા છે.