AI ટૂલ્સની મદદથી બનાવેલ કન્ટેન્ટને વીડિયો, ઇમેજ અને ઑડિયો માટે એક અલગ લેબલ આપવામાં આવશે, જેથી યુઝર ઓળખી શકે કે આ કન્ટેન્ટ AIની મદદથી બનાવવામાં આવ્યું છે.
ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને લઈને મોટી જાહેરાત કરી છે. વાસ્તવમાં, કંપની આ વર્ષે મે મહિનામાં તેના નિયમોમાં કેટલાક નવા ફેરફાર કરવા જઈ રહી છે. મેટાના જણાવ્યા અનુસાર, કંપની મે મહિનાથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ પર આAI ની મદદથી બનાવવામાં આવેલા વીડિયો, ઇમેજીસ અને ઑડિયો માટે Made with AI લેબલ લગાવવાનું શરૂ કરી દેશે.
- Advertisement -
મેટાના ઓવરસાઇટ બોર્ડ દ્વારા સલાહ આપવામાં આવી હતી કે કંપનીએ તેનો વ્યાપ વિસ્તારવો જોઈએ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને બનાવેલ કન્ટેન્ટને તેના નિયમોમાં સામેલ કરવું જોઈએ.
‘અમે અમારી નીતિઓ બદલવા જઈ રહ્યા છીએ…’
મેટાએ તેના નિવેદનમાં જણાવ્યું કે અમે કન્ટેન્ટ મેનીપ્યુલેશન, ડીપફેક અને જૂઠાણાંને પહોંચી વળવા માટે અમારી નીતિઓમાં ફેરફાર કરવા જઈ રહ્યા છીએ. આ કારણે, AI ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ કન્ટેન્ટને લેબલ લગાવીને અલગ ઓળખ આપવામાં આવશે, જેથી યુઝર એ જાણી શકે કે આ કન્ટેન્ટ AIની મદદથી બનાવવામાં આવ્યું છે, જેનાથી તેને ઓળખવામાં ઘણી સરળતા થઈ જશે.
- Advertisement -
Made with AI લેબલ આપવામાં આવશે
મેટાની કન્ટેન્ટ નીતિના વાઈસ પ્રેસિડેન્ટ મોનિકા બિકર્ટે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે અમે AI જનરેટેડ ઇમેજીસ, AI જનરેટેડ વીડિયો અને ઓડિયોને ‘Made with AI’ લેબલ આપીશું. જો કે અમે પહેલાથી જ AI ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવેલી વાસ્તવિક દેખાતી ઇમેજીસ પર ‘ઇમેજિન્ડ વિથ AI’ લેબલ લગાવીએ છીએ, પરંતુ હવે આ હજુ વધુ સ્પષ્ટ થવા જઈ રહી છે.
બિકર્ટે એમ પણ કહ્યું કે મેટાએ અન્ય કંપનીઓના જનરેટિવ AI ટૂલ્સ દ્વારા બનાવવામાં આવેલી તસ્વીરોને પકડવાની એક રીત શોધી કાઢી છે, પરંતુ તે ક્યારથી અમલમાં આવશે તે હજુ સુધી જાણી શકાયું નથી. માહિતી અનુસાર, આ નિયમો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ પર જ લાગુ થશે. વોટ્સએપ અને અન્ય સેવાઓ માટે અલગ નિયમો છે.