ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
RCB એ પોતાની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. જ્યારે ઊંઊંછએ પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મ્હાત આપીને 17મી સીઝનની શરૂઆત જીત સાથે કરી હતી. છઈઇના બેટ્સમેન વિરાટ કોહલી ટીમની ત્રીજી મેચમાં એક ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી શકે છે. આરસીબી અને કલકત્તા નાઈટ રાઈડર્સની વચ્ચે શુક્રવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ 2024ની 10મી મેચ રમાશે. આરસીબીએ પોતાની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. જ્યારે કેકેઆરે પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મ્હાત આપીને 17માં સીઝનની શરૂઆત જીત સાથે કરી હતી. કોહલી જો કેકેઆરના સામે ત્રણ છગ્ગા લગાવવામાં સફળ રહ્યા તો તે આઈપીએલમાં કોઈ ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધારે છગ્ગા લગાવનાર ખેલાડી બની જશે. આઈપીએલમાં કોઈ ટીમ માટે સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ આરસીબીના જ પૂર્વ સલામી બેટ્સમેન ક્રિસ ગેલના નામ પર છે.
- Advertisement -
ગેલે આરસીબી માટે 85 મેચ રમી અને આ સમયે તેમના બેટથી 239 છગ્ગા વાગ્યા. બીજા નંબર પર આ ટીમના માટે જ રમનાર ખેલાડી એબી ડિવિલિયર્સનું નામ છે જેમણે આરસીબી માટે 156 મેચોમાં 238 છગ્ગા લગાવ્યા હતા. પૂર્વ કેપ્ટન કોહલી ત્રીજા સ્થાન પર છે. કોહલી અત્યાર સુધી આરસીબી માટે 239 મેચ રમી ચુક્યા છે અને તેમના બેટથી 237 છગ્ગા વાગ્યા છે. એટલે કે જો કોઈ ત્રણ છગ્ગા લગાવી દે તો તે ગેલ અને ડિવિલિયર્સને પછાડીને કોઈ ટીમ માટે સૌથી વધારે છગ્ગા લગાવનાર ખોલાડી બની જશે.