જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન વજુભાઈ ઝાલાવાડીયા ના અધ્યક્ષ સ્થાને તાલુકા વહીવટી તંત્ર દ્વારા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. બે દિવસ રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્રારા પરિસંવાદ, પશુ ચિકિત્સકશ્રીઓ દ્રારા પશુ આરોગ્ય મેળા, સહકાર વિભાગ દ્રારા સહાયકારી યોજનાઓ વિશે વક્તવ્ય, આત્મા પ્રોજેકટ દ્રારા પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો દ્રારા માહિતીનું આદાન- પ્રદાન, બાગાયત, મત્સ્યોધોગ, ઋઙઘ, નાબાર્ડ, બેંક, જી.જી.આર.સી.,ના સ્ટોલ તથા જી.એસ.એફ.સી., ઇફકો, કૃભકો, જી.એન.એફ.સી., દ્રારા જૈવિક ખાતરના સ્ટોલના નિદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું.સાથે મહેસુલ વિભાગ દ્રારા સેવાસેતુ કાર્યકમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સમાજ કલ્યાણ, બેંક, આરોગ્ય, પંચાયત, આઇ.સી.ડી.એસ., ચૂંટણી અંગેના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવેલહ. તેમજ રાજય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું પ્રવચન લાઈવ નિહાળી શકાય તે માટે દરેક કાર્યક્રમના સ્થળોએ એલઇડી સ્ક્રીનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમના સ્થળેથી ખેડૂતોને એવોર્ડ, ચેક, મંજુરી પત્રોનું વિતરણ કરવામાં આવેલ. જેમા માણાવદર તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂત ભાઇઓ અને બહેનોએ ભાગ લીધેલ હતો.