વસિયત મુજબ રતન ટાટાએ પોતાની મોટી સંપત્તિનું દાન કરી દીધુ
રતન ટાટાની 3800 કરોડની સંપત્તિ જેમાં માત્ર 800 કરોડ પરિવારને આપ્યા
- Advertisement -
પાલતુ જાનવરો માટે 12 લાખનું ફંડ: દર ત્રણ મહિને 30 હજાર રૂપિયા મળશે
‘રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન’ અને ‘રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ’ને કરાયેલું દાન સમાજ સેવામાં ખર્ચાશે: સંપત્તિનો અન્ય હિસ્સો સાવકી બહેન શિરિન જેજી ભોય, ડીના જેજી ભોય અને પૂર્વ કર્મચારી મોહિની એમ દત્તાને મળશે: ભાઈ જિમી નવલ ટાટાને જૂહુ બંગલાનો ભાગ મળશે: પાલતુ જાનવરો માટે 12 લાખનું ફંડ બનાવ્યું.
રતન ટાટાએ તેમની 3800 કરોડ રૂપિયાની સંપત્તિનો મોટો ભાગ સમાજ સેવા માટે દાન કરી દીધો છે, જયારે ઘણો ઓછો ભાગ પરિવારને આપ્યો છે. વસિયત મુજબ રતન ટાટાએ પોતાની મોટી સંપત્તિનું દાન કરી દીધુ છે. તેમની સંપત્તિમાં ટાટા સન્સના શેર અને અન્ય સંપત્તિઓ સામેલ છે. મોટાભાગનો હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન અને રતન ટાટા એન્ડામેન્ટ ટ્રસ્ટને સમાજ સેવા માટે દાન કરવામાં આવ્યો છે. તેમની અન્ય સંપત્તિ (લગભગ 800 કરોડ રૂપિયા) જેમાં બેન્ક એફડી, નાણાકીય સાધનો, ઘડીયાળ અને પેન્ટીંગ્સ સામેલ છે જેનો એક તૃતિયાંશ ભાગ તેમની સાવકી બહેનો શિરિન જેજીભોય અને ડીના જેજી ભોયને મળશે. જયારે એક તૃતિયાંશ ભાગ ટાટા ગ્રુપની પૂર્વ કર્મચારી મોહિની દત્તાને મળશે. મોહિની દત્તા રતન ટાટાની નજીકની હતી.
- Advertisement -
રતન ટાટાના ભાઈ જિમી નવલ ટાટા (ઉ.82)ને જુહુ બંગલાનો ભાગ મળશે, જયારે તેમના નજીકના મિત્ર મેહલી મિસ્ત્રીને અલીબાગની પ્રોપર્ટી અને ત્રણ બંદૂકો (જેમાં એક 25 બોરની પિસ્તોલ પણ સામેલ છે) મળશે. રતન ટાટાએ પોતાના પાલતુ જાનવરો માટે પણ 12 લાખ રૂપિયાનું ફંડ બનાવ્યું છે, જેથી દરેક જાનવરને દર ત્રણ મહિને 30 હજાર રૂપિયા મળશે. તેમના સહાયક શંતનું નાયકુડુની છાત્ર લોન અને પડોશી જેક માલાઈટની વ્યાજમુકત એજયુકેશન લોનને માફ કરી દેવામાં આવી છે.
રતન ટાટાની વિદેશી સંપત્તિઓ (લગભગ 40 કરોડ રૂપિયા)માં સેશેલ્સમાં જમીન, વેલ્સ ફાર્ગો અને મોર્ગન સ્ટેનબીના બેન્ક ખાતા અને કંપનીઓના શેર સામેલ છે. તેમની 65 કિંમતી ઘડીયાળો પેટેક ફિલિપ ટિસોટ વગેરે પણ સંપત્તિમાં સામેલ છે. તેમની વસિયત અનુસાર એશેલ્સની જમીન આરએનટી એસોસીએટ્સ સિંગાપોરને મળશે. જિમી ટાટાને ચાંદીનો સામાન અને કેટલીક જવેલરી મળશે, જયારે સિમોન ટાટા અને નોએલ ટાટાને જૂહુ પ્રોપર્ટીનો ભાગ મળશે.
મેહલી મિસ્ત્રીને અલીબાગનો બંગલો આપતા લખ્યું છે કે, આ પ્રોપર્ટી બનાવવામાં મિસ્ત્રીનું મોટું યોગદાન હતું અને આશા છે કે આ જગ્યા તેમને સાથે વિતાવેલા ખુશનુમા પળોની યાદ અપાવશે. અદાલતમાં વસિયતની પુષ્ટિ થયા પછી જ સંપત્તિના ભાગલા પડશે, જેમાં 6 મહિનાનો સમય લાગુ થઈ શકે છે.