1918માં મુંબઈથી વાઈન, મુરબ્બો અને દારૂગોળો લઈને લંડન જવા નીકળેલી શિપ ડૂબી ગઈ હતી. આ શિપમાંથી ફક્ત બે નોટો જ મળી આવી હતી. આ દુર્લભ રૂ. 10ની નોટોની જોડીની આગામી બુધવારે લંડનમાં હરાજી થવાની છે.
એક રિપોર્ટ મુજબ, લંડનમાં નૂનાન્સ મેફેર ઓક્શન હાઉસમાં 25, મે 1918ના રોજ જારી કરવામાં આવેલી બેન્કનોટ્સની હરાજી કરવામાં આવશે. આ નોટ લગભગ રૂપિયા 3 લાખ રૂપિયામાં વેચાઈ શકે છે. એસએસ શિરાલા નામના જહાજમાંથી આ નોટો મળી આવી હતી.
- Advertisement -
બેંક ઓફ ઈંગ્લેન્ડે સોશિયલ મીડિયામાં ગત અઠવાડિયે 1918ના જહાજ ભંગાણનો ઉલ્લેખ કર્યો હતો. નોટ્સ પાણીમાં ડૂબી હોવા છતાં તેના સિરિયલ નંબર સ્પષ્ટપણે વાંચી શકાય છે. દસ રૂપિયાની નોટો સિવાય આ હરાજીમાં રૂ 100ની દુર્લભ નોટનો પણ સમાવેશ કરાયો છે.




