ગર્ભગૃહનું નિર્માણ કાર્ય પુર્ણં, ફિનિશિંગ કામ ચાલું
ખાસ-ખબર સંવાદદાતા
રામ મંદિરને સ્વર્ણ મંદિર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રામલલ્લાનાં ગર્ભગૃહનું નિર્માણ લગભગ પુરૂ થઈ ગયુ છે અને ફિનીશીંગનું કામ ચાલી રહ્યુ છે. આ બારામાં શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રનાં ન્યાસી ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે ભકતોની ઈચ્છાથી ગર્ભગૃહ સહીત ગ્રાઉન્ડ ફલોરનાં 18 દરવાજાઓને સુવર્ણ જડીત કરવાની યોજના છે.
તેમણે જણાવ્યું હતું કે રામલલ્લા જ સિંહાસન પર બિરાજશે તે પણ સુવર્ણ જડીત રહેશે. તેમણે જણાવ્યું હતું કે સીબીઆરઆઈ રૂડકીનાં એન્જીનીયરોનાં નિર્ધારણ મુજબ સિંહાસન સહીત રામલલ્લાની ઉંચાઈ લગભગ આઠ ફીટ હોવી જોઈએ. આથી રામલલ્લાનો વિગ્રહ 51 ઈંચ અર્થાત ચાર ફૂટ ત્રણ ઈંચ રહેશે. આ પરિસ્થિતિમાં (સિંહાસનની ઉંચાઈ લગભગ ચાર ફુટની હશે.
ડો.મિશ્રાએ જણાવ્યુ હતું કે, આ સિંહાસન સુવર્ણ જડીત હશે. જેનું નિર્માણ રાજસ્થાનનાં કારીગરો કરી રહ્યા છે. આ સિંહાસન મકરાના માર્બલનું બનશે તેના નિર્માણ ઉપરાંત ઉપર સોનાનું પડ ચડાવવામાં આવશે.આ સિંહાસન 15 ડીસેમ્બર સુધીમાં અયોધ્યા પહોંચી જશે.
હાલ અયોધ્યામાં રામ મંદિરનાં દરવાજાઓનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ગ્રાઉન્ડ ફલોરમાં 18 દરવાજા પણ સુવર્ણજડીત બનશે. જાણવા મળતી વિગત મુજબ અત્યાર સુધીમાં ગ્રાઉન્ડ ફલોરમાં 15 જોડી દરવાજાનું નિર્માણ પુરૂ થઈ ગયુ છે.આ દરવાજાનું નિર્માણ ક્ધયાકુમારીથી આવેલા કારીગરો કરી રહ્યા છે.