અમા અભિયાન મેડિકલ સાયન્સ કે ડોક્ટરો વિરુદ્ધ નથી પણ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ હોવાની સ્પષ્ટતા
એલોપથી અને આયુર્વેદ વચ્ચે યોગ ગુરૂ રામદેવનું મોટુ નિવેદન આવ્યુ છે. રામદેવે કહ્યુ કે, અમારૂ અભિયાન એલોપથી તથા શ્રેષ્ઠ ડોક્ટરો વિરુદ્ધ નથી. અમે મેડિકલ સાયન્સ અને ડોક્ટરોનું સન્માન કરીએ છીએ. અભિયાન તે ડ્રગ માફિયાઓ વિરુદ્ધ છે જે બે રૂપિયાની દવા 2000માં વેચે છે અને બિનજરૂરી ઓપરેશન તથા ટેસ્ટ અને બિનજરૂરી દવાનો ધંધો કરે છે. રામદેવે કહ્યુ કે, અમે આ વિવાદને સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ.
- Advertisement -
એક અન્ય ટ્વીટ કરતા યોગ ગુરૂ રામદેવે લખ્યુ છે- જો એલોપથીમાં સર્જરી તથા લાઇફ સેવિંગ ડ્રગ્સ છે તો બાકી 98% બીમારીઓનું યોગ-આયુર્વેદમાં સ્થાયી સમાધાન છે, અમે ઇન્ટીગ્રેટેડ પેથીના પક્ષમાં છીએ. યોગ-આયુર્વેદને સ્યૂડો સાયન્સ અને અલ્ટરનેટિવ થેરેપી કરી મજાક ઉડાવવા કે નીચા દેખાડવાની માનસિકતાને સહન કરીશું નહીં.
આ પહેલા આયુર્વેદના સમર્થનમાં ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર એ એક વીડિયો શેર કર્યો. અક્ષયે કહ્યુ- તમે તમારી બોડીના ખુદ બ્રાન્ડ એમ્બેસેડર બનો. સાદા અને સરળ જીવન અને દુનિયાને દેખાડો કે આપણા હિન્દુસ્તાની યોગ તથા આયુર્વેદમાં જે શક્તિ છે તે અંગ્રેજ કેમિકલ ઇન્જેક્શનમાં નથી.