હાલમાં સુરત ખાતે પથરીનું ઓપરેશન કર્યા બાદ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ ચૌધરી કીમની ખાનગી હોસ્પિટલમાં આરામ માટે રોકાયા હતા, જ્યાં વહેલી સવારે હાર્ટએટેક આવતા તેમનું નિધન
સુરત માંગરોળનાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ ચૌધરીનું આજે સવારે નિધન થયું છે. વિગતો મુજબ આજે વહેલી સવારે હાર્ટએટેક આવતા તેમનું નિધન થયું છે. નોંધનીય છે કે, રમણભાઈ ચૌધરી કોંગ્રેસના સક્રિય નેતા હતા. તેમના નિધન બાદ હવે આજે માંગરોળનાં ઇસનપુર ગામે 1 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે.
- Advertisement -
માજી ધારાસભ્ય અને માજી મંત્રી રમણ ચૌધરીનું નિધન
માંગરોળનાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ ચૌધરીનું હાલમાં જ સુરત ખાતે પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે બાદમાં તેઓ કીમની એક ખાનગી હોસ્પિટલમાં આરામ માટે રોકાયા હતા. જોકે આજે વહેલી સવારે તેમને હાર્ટએટેક આવતા તેમનું નિધન થયું છે. માંગરોળનાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ ચૌધરીના નિધન બાદ આજે માંગરોળના ઇસનપુર ગામે તેમની અંતિમ યાત્રા બપોરે 1 વાગે નીકળશે.
રમણભાઈ ચૌધરીનો રાજકિય ઇતિહાસ
રમણભાઈ ચૌધરી કોંગ્રેસના સક્રિય નેતા હતા. તેઓ રાજપા અને ભાજપમાં ચૂંટાયા હતા. જોકે બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને 2007માં તેઓ ચૂંટણી હાર્યા હતા. રમણભાઈ ચૌધરી પંચાયત મંત્રી પણ રહી ચુક્યા છે અને બે ટર્મ ધારાસભ્ય રહ્યા હતા.