કાશ્મીરથી લઈને છત્તીસગઢ સુધી બહેનોએ સેનાના જવાનોને રાખડી બાંધીને કરી ઉજવણી
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં સ્કૂલની બાળકીઓએ પીએમ નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી. આ તરફ જમ્મુ-કાશ્મીરથી લઈને છત્તીસગઢ સુધી, સ્કૂલની છોકરીઓએ આર્મી, બીએસએફ અને સીઆરપીએફના જવાનોને રાખડી બાંધી હતી.
જ્યારે ઘરથી દૂર તહેનાત દેશની રક્ષા કરી રહેલા આ જવાનોએ બહેનને મીઠાઈ ખવડાવી અને તેની તસવીરો ક્લિક કરાવી રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો હતો. પીએમ મોદીએ દેશવાસીઓને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી.
- Advertisement -
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ભસ્મ આરતી અને વિશેષ પૂજા કરવામાં આવી હતી. મીઠાઈઓ અને ભેટો ખરીદવા માટે સવારથી જ દેશભરનાં બજારોમાં લોકોની ભીડ જામી રહી છે. 30 અને 31 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઊજવાશે બે દિવસ, કારણ કે પૂર્ણિમા તિથિ 30મીએ સવારે 11 વાગ્યાથી
બીજા દિવસે સવારે 7.37 વાગ્યા સુધી રહેશે.