ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્ર રજૂઆત કરવામાં આવ્યું હતું. જેમાં બજેટમાં વિવિધ જોગવાઈઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં રાજુલા શહેર માટે ખાસ મહત્વની જાહેરાત કરવામાં આવતા આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. હાલ રાજુલા નગરપાલિકા ક વર્ગની નગરપાલિકા હતી જેથી 13 મુ નાણાપંચ 14 નાણાપંચ તેમજ અન્ય ગ્રાન્ટો મર્યાદામાં આવતી હતી. ત્યારે આ બજેટમાં તેનો વર્ગ વધારવામાં આવ્યો છે. અને રાજુલા નગરપાલિકાને ઇ વર્ગની નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને તેને અપગ્રેડ કરવામાં આવી છે. આ અપગ્રેડની કામગીરી કરવામાં આવતા રાજુલા શહેરનો વિકાસ ઝડપી બનશે અને નગરપાલિકાને વધુ પડતી ગ્રાન્ટો મળવાથી સુવિધાઓ વધારવામાં સરળતા બની રેહશે. ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.