ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.19
રાજુલા શહેરમાં આવેલ ક્ધયા શાળા નંબર-3 નો હવાઇ માર્ગે દિલ્હી પ્રવાસ યોજાયો હતો. જેમા ધોરણ-7 અને આઠના કુલ-60 વિદ્યાર્થીનીઓ માટે અવિસ્મરણીય અને ઐતિહાસિક પ્રવાસ થયો હતો. આ પ્રવાસની વિશેષતા એ છે કે, વિદ્યાર્થીનીઓને અમદાવાદથી દિલ્હી ફ્લાઈટમાં વિમાની સફર કરાવી હતી. દિલ્હીના જોવાલાયક ઐતિહાસિક સ્થળો ઉપરાંત નવા બનેલા સંસદ ભવનમાં અદભુત અને અલૌકિક એવા રાજસભા અને લોકસભા ગૃહની મુલાકાત પણ કરાવેલ. અને સાથેસાથે મેટ્રો ટ્રેનની યાદગાર સવારી કરાવતા ખૂબજ વિધાર્થીનીઓમા આનંદ જોવા મળ્યો. આ પ્રવાસમાં શાળા પરિવાર તરફથી તથા વાલીગણ અને મહાનુભાવો તરફથી આર્થિક યોગદાન તથા વ્યવસ્થાકીય યોગદાન મળેલ છે.