ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના માંડળ ગામે આવેલ પે-સેન્ટર શાળામાં આચાર્ય જાગૃતિબેન પટેલ જેઓ છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા હતાં. ત્યારે તેઓની તેમના માદરે વતન બદલી થતાં વિદાય કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે વિદાય દરમિયાન ભાવુક દૃશ્યો સર્જાયા હતાં.
- Advertisement -
આચાર્યની બદલી થતાંની સાથે જ વિધાર્થીઓ, શિક્ષકો, વાલીઓ સહિત હાજર રહેલા નાના-મોટા સૌકોઇની આંખોમાંથી પણ આસુની ધારા વહી જતા રડી પડયા હતાં. અને બાળકોએ આચાર્ય જાગૃતિબેન પટેલને ગળે ભેટી રડી પડ્યા હતાં. આચાર્ય જાગૃતિબેન પટેલ બાળકો સાથે પ્રેમ ભાવ રાખી સંબંધ રાખતા હતા. તેમજ બાળકોને પોતાના બાળકો સમજીને રાખ્યા ઉપરાંત જે અભ્યાસમાં નબળા હોય તેવા બાળકો માટે અલગ શિક્ષણ આપીને અભ્યાસ કરાવતા હતાં. ત્યારે આચાર્યની માદરે વતન બદલી થતાં વિદાય દરમિયાન સૌકોઇ રડી પડ્યા હતાં. અને ફૂલોથી વિદાય આપી હતી.