એક સુપરફાસ્ટ ફલેશબેક઼ 1990માં પોતાની જીવનયાત્રા સમાપ્ત કરનારા ઉત્કૃષ્ટ ચિંતક, વિઝનરી અને વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરૂ ઓશો રજનીશ 1980માં ગૂપચૂપ અમેરિકા ચાલ્યાગયેલા ત્યારે તેમની સાથે બહુ જ ઓછા પણ અત્યંત વિશ્ર્વાસુ લોકો જ હતા.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
મા આનંદશીલા તેમાંના એક઼ બરોડાના અંબાલાલ પટેલની દીકરી શીલા અમેરિકાથી ભારતની મુલાકાતે આવ્યા પછી પિતાના કારણે રજનીશજીના સંપર્કમાં આવી અને પછી લગભગ ચૌદ વરસ તેમની સાથે રહીને રજનીશજી અને તેમના આશ્રમની મુખ્ય ર્ક્તાહર્તા બની હતી. આચાર્યમાંથી ભગવાન અને પછી ઓશો તરીકે પોતાને ઓળખાવનારા રજનીશજી તીવ્ર વેગળા વિચારો તેમજ આશ્રમમાં મુક્ત સેક્સ પરના આચારોને કારણે ભારતમાં અત્યંત જલદ ટીકા અને ચર્ચાનું કારણ 1980 સુધીમાં બની ગયા હતા. મુક્ત સમાજમાં જઈને પોતાની દુનિયા રચવાના ખ્યાબ સાથે મા આનંદ શીલા સાથે અમેરિકા પહોંચેલા ઓશો રજનીશને પાંચ વરસમાં જ અમેરિકાએ એરેસ્ટ કરીને દેશનિકાલ ર્ક્યા હતા. અલગ-અલગ એક્વીસ દેશોએ આપેલા જાકારા પછી ઓશો રજનીશ ફરી ભારત, પુનાના રજનીશ આશ્રમમાં આવી ગયા હતા. 198પનું એ વરસ હતું. મા શીલા આનંદ તેમની સાથે નહોતા.
1980 પહેલાં ભારતને અને 1980થી 8પ સુધીમાં મોકળાશ અને મુક્ત આચાર-વિચારના પિયર જેવા અમેરિકા સહીતના બે ડઝન દેશોને ઉંચાનીચા કરી દેનારા રજનીશજીનું રજનીશપૂરમ વધુ જવાબદાર હતું. અમેરિકાની ઓરેગન કાઉન્ટીમાં ચોસઠ હજાર એકરમાં બનેલું અને પાંચેક હજાર સન્યાસીઓ સાથેનું રજનીશપૂરમ સર્જવામાં મા આનંદ શીલાનો મુખ્ય રોલ હતો. છ મિલિયન ડોલરમાં ખરીદેલી બંજર જમીન પર રળિયામણું અને કમ્પલીટ (પોતાની સિક્યોરિટી અને ડે્રનેજ સિસ્ટમ સાથેનું) રજનીશ પૂરમ નિર્માણ કરવામાં અને તેને સેટલ કરી આપવામાં અહ્મ કિરદાર નીભાવનારી મા આનંદ શીલા અચાનક, સપ્ટેમ્બર, 198પમાં ઓશોને છોડીને ચાલી ગઈ હતી.
- Advertisement -
રજનીશજી અને અમેરિકન એફબીઆઈએ સુદ્ઘાં મા આનંદ શીલા પર અનેક આરોપો મુક્યા હતા અને એ સંદર્ભે મા આનંદશીલાએ 39 મહીના જેલની સજા પણ કાપવી પડી હતી. 198પમાં આ ગુરૂ અને તેમની પ્રિય ચેલી એકદમ હિટ એન્ડ હોટ વિષય બની ગયા હતા. ઓશો રજનીશ અમેરિકાના દેશવટાને કારણે તો મા આનંદ શીલા તેના પર લાગેલા આરોપને કારણે મિડિયાનું મિષ્ટાન બની ગયા હતા. મા આનંદ શીલા પર ખુદ ઓશો રજનીશજીએ અનેક આરોપ લગાડેલાં, જેમાં સૌથી અહ્મ આરોપ એ હતો કે મા આનંદ શીલા રજનીશ આશ્રમના પપ મિલિયન ડોલર પણ ગૂપચાવી ગઈ છે અમેરિકન કોર્ટમાં તો જો કે આ વાત પૂરવાર થઈ શકી નહોતી પણ લગભગ અઢી દશકા પછી મા આનંદ શીલાએ ઓશો રજનીશ સાથેના સંબંધોની વાત કરતું પુસ્તક (ડોન્ટ કીલ ધેમ ) લખ્યું તેમાં જણાવ્યું છે એ મુજબ તો, રજનીશપૂરમ છોડયાં પહેલાંના થોડા મહિના અગાઉ મા આનંદ શીલાએ જ ઓશોને કહેલું કે આપણી ઉપર પપ મિલિયન ડોલરની ઉધારી છે. ઓશોએ વિગત માંગી ત્યારે મા આનંદ શીલાએ ગણાવ્યું હતું કે અગિયાર મિલિયનથી વધારે તમારી રોલ્સરોય (રજનીશજી પાસે 96 રોલ્સરોય કાર હતી. તેમણે વધુ રોલ્સરોય કાર ખરીદી લાવવાની માંગણી મૂકી એ પછી કંટાળીને રજનીશપૂરમ છોડવાનો નિર્ણય પોતે લીધો હતો એવી મા આનંદ શીલાની કેફિયત પણ પુસ્તકમાં છે ) માટે અને નવ મિલિયન ડોલર તમારી મોંઘી ઘડિયાળો પર આપણે ખર્ચ્યા છે. પાંચ મિલિયનનો ખર્ચ આપણે (રજનીશપૂરમમાં) કૃષ્ણમુતિ ડેમ બનાવવામાં ર્ક્યો છે. દર મહીને પા મિલિયન (અઢી લાખ) ડોલર તમારી જરૂરિયાત અને વ્યવસ્થા પર આપણે ખર્ચ કરીએ છીએ. બે મિલિયન ડોલર (ર0 લાખ ડોલર) આપણે તમારા (અને તમારા સ્ટાફ) માટે જ વપરાતી એવન્યુ ભગવાન સડક માટે ફાળવેલા છે અને…
આ આંકડાઓ રજનીશપૂરમનું ઐશ્ર્વર્ય અને ઓશો રજનીશની વૈભવી લાઈફ સ્ટાઈલની એક ઝલક માટે પૂરતા છે. રજનીશ પૂરમમાં ઓશો રજનીશ દરરોજ પોતાની રોલ્સરોય કાર સેલ્ફ ડ્રાઈવિંગ કરતાં નીકળતાં અને એકદમ મંદ ગતિએ ચલાવીને સન્યાસીઓને દર્શન આપતાં. ક્યાંક ગાડી ઉભી રાખીને આશિર્વાદ આપતાં અને પુચ્છા પણ કરતાં એવું સ્વામી અગેહ ભારતીજીએ પણ પોતાના રજનીશ પૂરમના સંસ્મરણોમાં લખ્યું છે. દર્શન આપ્યા પછી ઓશો લોંગ ડ્રાઈવ પર જતાં અને એ માટે પણ રજનીશપૂરમમાં ખાસ સડક બનાવવામાં આવી હતી. અત્યારે સતનામાં રહેતા સ્વામી અગેહ ભારતીજી રજનીશપૂરમ માં હતા ત્યારે મા આનંદ શીલા જ તેમને લાઓત્સે હાઉસ પર રજનીશજીને મળવા લઈ ગઈ હતી.
રજનીશે તેમને ભેટમાં મોકલેલી ઘડિયાળ વિષે પૂછયું ત્યારે સ્વામી અગેહ ભારતીએ ના પાડી એટલે ઓશોને આશ્ર્ચર્ય થયું હતું. જાન્યુઆરીમાં મોકલેલી ઘડિયાળ ઓગસ્ટ સુધી કેમ નથી મળી ? ઓશોએ આ મતલબની ઈન્ક્વાયરી કરતાં મા આનંદ શીલાએ જવાબ આપેલો : આપણે બીજી ઘડિયાળ મોકલી દઈશું… અગેહ ભારતી હતા ત્યારે જ દગાબાજ શીલા રજનીશ પૂરમ છોડીને નીકળી ગઈ હતી. જો કે ડોન્ટ કિલ ધેમમાં મા આનંદ શીલાને કેફિયત વાંચો તો એવું જ લાગે છે કે, અમેરિકા ગયા પછી ઓશો રજનીશની ડિમાન્ડ અનકંટ્રોલ્ડ થઈ ગઈ હતી. તેઓ એકદમ સામાન્ય વ્યક્તિની જેમ જ વરતતા હતા. મા આનંદ શીલાના લખવા પ્રમાણે, બધું જ તેમની (ઓશોની) ઈચ્છા અને આદેશ પ્રમાણે જ થતું હતું છતાંદેખાડો એવો કરવામાં આવતો હતો કે ઓશોને આવી સાંસારિક વાતો કે વ્યવસ્થાથી કોઈ નિસ્બત નથી. એક જગ્યાએ મા આનંદ શીલા લખે છે કે (યાદ રહે મા આનંદ શીલા પુનામાં પણ રજનીશ આશ્રમમાં જ રહેતી હતી ) તેઓ (રજનીશજી) લોકોની આવડત અને તેમના પૈસાનો લાભ ઉઠાવવામાં ગુરૂ હતા. એ પછી જયારે જરૂરત ન રહે ત્યારે એમાંના કેટલાંયને આશ્રમની બહાર ફેંકી દેવામાં આવતાં. ભગવાન (રજનીશ) પારંપરિક ભારતીયોથી એકદમ અલગ હતા, જેે દૂધ દેવાનું બંધ ર્ક્યા પછી પણ ગાયને ચારો નાખતાં રહે. ભગવાન,જે ગાયએ દૂધ આપવાનું બંધ કરી દીધું હોય તેને ગાયને ક્સાઈવાડે મોકલી દેવામાં જરા ય સંકોચ ન રાખતાં.
- Advertisement -
રજનીશજી એક પ્રબુદ્ઘ ચિંતક અને ષ્ટા હતા. તેમના માટેના એ આદરને લીધે જ આપણને મા આનંદ શીલા કે અન્ય સન્યાસીના તેમની સાથેના સંબંધ-સંપર્ક જાણવામાં રસ પડતો હોય છે. એમની વાતોમાંથી ઉઘડતા નવા કે અજાણ્યા ઓશો જોઈને આશ્ર્ચર્ય જરૂર થાય, આદર બીલકુલ ઘટતો નથી.