નાનાંથી લઇ મોટા લોકોનો શોપિંગ મોલ…
આજીડેમ પાસે ભરાતી બજારમાં ઑનલાઇનથી લઇને સામાન ડિલીવરની સુવિધા આપતા વેપારીઓ
- Advertisement -
રાજકોટમાં નાનાથી લઇ મોટાં લોકોનો શોપિંગ મોલ તરીકે કહેવાતી બજાર એટલે રવિવારી બજાર છે. આજી ડેમ ચોકડી નજીક ભરાતી આ રવિવારી બજાર નાના અને મધ્યમ વર્ગના માણસો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકો અહીં ખરીદી કરવા વહેલી સવારથી આવી જાય છે અને ઓછા ભાવે સારી, જુની અને ટકાઉ વસ્તુઓ ખરીદ કરવા આવી જાય છે. અહીં દરેક પ્રકારના જૂનાં કપડાં, ફર્નિચર, સાઇકલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ઘર વપરાશની વસ્તુઓ, ઘર સજાવટ-એન્ટિક વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે લોકોને મળી રહે છે. હવે તો અહીંયા પણ વેપારીઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટની સુવિધા અને ઘર સુધી સામાન પહોંચાડવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.