‘દિલીપકાકા’ તરીકે જાણીતા નિવૃત્ત સ્ટેટ બેંક કર્મચારીની 50 વર્ષની સંગીત યાત્રાનું ગૌરવ; 980થી વધુ કલાકારો સાથે સંગત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના શ્રીમાળી બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધારતા જાણીતા તબલાવાદક દિલીપભાઈ વસંતરાય ત્રિવેદીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (છખઈ) દ્વારા સંગીત ક્ષેત્રે “મેયર એવોર્ડ – 2025” થી સન્માનિત કરવામાં આવ્યા છે.
શહેરના સંગીત જગતમાં તેઓ ’દિલીપકાકા’ના હુલામણા નામથી જાણીતા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી એવા દિલીપભાઈએ 1975થી આજ સુધી, એટલે કે લગભગ 50 વર્ષથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે. તેમણે તબલામાં વિશારદ અને અલંકાર સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની મુખ્ય વિશેષતા 1940 થી 2020 સુધીના હિન્દી ફિલ્મોના ગીતો, ક્લાસિકલ અને સેમી ક્લાસિકલ ગીતોમાં સંપૂર્ણ કાબેલિયત સાથેની સંગત છે. દિલીપભાઈએ રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માર્સ ઓફ મ્યુઝીક, રાજેશ્રી એન્ડ પાર્ટી, ગ્રાઉન્ડ ટ્રેક, મેલોડી કલર્સ સહિત 80થી વધુ સંસ્થાઓના કાર્યક્રમોમાં સેવા આપી છે. તેમણે અત્યાર સુધીમાં અંદાજે 980 જેટલા પ્રખ્યાત ગાયકો, વાદકો અને કલાકારો સાથે કલા પ્રસ્તુતિ કરી છે. તેમણે 3 વખત અમેરિકા અને 2 વખત કેનેડાનો વિદેશ પ્રવાસ પણ કર્યો છે, જે રાજકોટની સંગીત પ્રતિભાનું ગૌરવ વધારે છે.



