રેખા ગુપ્તાના હુમલાખોરને 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર તેમના નિવાસસ્થાને જાહેર સુનાવણી દરમિયાન રાજેશ ભાઈ સાકરિયાએ હુમલો કર્યો હતો, જેમને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ડોક્ટરોએ પુષ્ટિ આપી હતી કે તેમની સ્થિતિ સ્થિર છે, અને ગુપ્તાએ તેમના જન સુનવાઈ સત્રો ચાલુ રાખવાનું વચન આપ્યું હતું.
- Advertisement -
દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર રાજકોટના રાજેશ સાકરીયા નામના શખ્સે કરેલા હુમલા બાદ તેની સામે ગુનો નોંધીને તેને પાંચ દિવસના રીમાંડ પર સોંપવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. સમગ્ર ઘટના ષડયંત્રના ભાગરૂપે હતી કે કેમ તેની ચકાસણી માટે મોબાઈલ ફોનની પણ ફોરેન્સીક તપાસ કરવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે સતાવાર નિવાસસ્થાને લોકદરબાર રાખ્યો હતો ત્યારે રાજકોટના રાજેશ સાકરીયાએ તેમને ફડાકો ઝીકીને માથુ ટેબલ પર અથડાવ્યુ હતું. આ પછી ધરપકડ કરી લેવામાં આવી હતી અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 132 તથા 221 હેઠળ હત્યાના પ્રયાસ સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર ઈજાના કિસ્સામાં કલમ 109(1) લગાડવામાં આવતી હોય છે. તેમાં આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે. કલમ 132 સરકારી કર્મીને ઈજા કરવા તથા કાર્યમાં રૂકાવટનો ગુનો બને છે તેમાં બે વર્ષની સજાની જોગવાઈ છે.
હુમલાખોર રાજેશ સાકરીયાને મોડીરાત્રે અદાલતમાં પેશ કરવામાં આવ્યો હતો. સાત દિવસની રિમાંડ માંગવામાં આવી હતી. અદાલતે પાંચ દિવસના રીમાંડ મંજુર કર્યા હતા. પોલીસ વિવિધ એન્ગલ પર પુછપરછ કરશે અને કોઈ ષડયંત્રના ભાગરૂપે આ હુમલો કરાયો છે કે કેમ તેની તપાસ કરશે. સૂત્રો અનુસાર આરોપીને અદાલતમાં લઈ જતી વખતે કોઈ હંગામો ન સર્જાય કે કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો ન થાય તે માટે મોડીરાત્રે ગૂપચૂપ રીતે જ લઈ જવાયો હતો અને રીમાંડ મેળવવામાં આવ્યા હતા. પોલીસના સૂત્રોએ કહ્યું કે રીમાંડ દરમ્યાન બનાવનુ રીક્ધસ્ટ્રકશન કરાવાશે અને મોબાઈલની ફોરેન્સીક તપાસ કરાવીને ષડયંત્રના એન્ગલની તપાસ કરવામાં આવશે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, રેખા ગુપ્તા પર હુમલાની ઘટના બાદ રાજકોટમાં તેની માતા સહિતના પરિવારજનોએ રખડતા શ્વાનને આશ્રયસ્થાનોમાં ખસેડવાના આદેશથી તે વ્યથિત હતો. પશુપ્રેમી હોવાના કારણોસર ધુંધવાયેલો હતો અને આ કારણથી હુમલો કર્યાની શંકા છે. કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો નથી અને માત્ર ઉગ્ર સ્વભાવને કારણે જ ઘટના બન્યાની શકયતા છે.