વીવીપી એન્જિનિયરીંગ કોલેજ અને રઘુવંશી સમાજનું ગૌરવ
રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે: વર્ષ 2018માં પણ પ્રેક્ષાએ જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો
હાલ ખેલમહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. જેમાં ભાગ લઈ છાત્રો પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે ત્યારે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં રાજકોટની પ્રેક્ષા ભરતભાઈ કોટકે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર તથા શહેરનું ગૌરવ વધાર્યું છે. હવે તેઓ રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેક્ષા હાલ વીવીપી એન્જિનિયરીંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે આ સ્પર્ધા માટે પણ પ્રેક્ટિસ કરે છે. આ પહેલાં તેઓએ 2018ના વર્ષમાં જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. કુસ્તી સ્પર્ધા માટેની તૈયારી તેમના કોચ મયુરભાઈ કરાવી રહ્યા છે. પ્રેક્ષાની આ સિદ્ધિ બદલ કોલેજના પ્રોફેસર તથા તમામ સ્ટાફે અભિનંદન પાઠવ્યા છે અને પપ્પા ભરતભાઈ, મમ્મી ફોરમબેન અને બહેન ભૂમિએ શુભેચ્છા પાઠવી છે.