ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બનાવની હકીકત મુજબ ફરિયાદી અરૂણ કાનજીભાઈ સાકરીયાએ એ મતલબની ફરિયાદ લખાવેલી કે તેઓના ભાઈ અલ્પેશભાઈ તા. 28-1-25ના રોજ ઝેરી દવા પી મરણ ગયા છે જેમાં આજથી દોઢ વર્ષ પહેલાં અલ્પેશભાઈએ તેઓને જણાવેલું હતું કે તેઓએ ધંધા માટે જુદી જુદી વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા છે અને તેઓ વ્યાજ ચૂકવે છે તેમ છતાં આ લોકો તેઓને હેરાન પરેશાન કરે છે અને ધાકધમકીઓ આપે છે અને ઘરે પણ આ લોકો વ્યાજની ઉઘરાણી કરવા આવતા હતા અને આ બાબતે તેઓ મારા ભાઈ વિપુલભાઈ તથા મારા પિતાને પણ ફોન કરીને કહેતા હતા કે મારે અલ્પેશભાઈ પાસેથી રકમ લેવાની છે. ત્યારબાદ તા. 28-1-25ના રોજ રાત્રે 9-00 વાગ્યે ફરિયાદી તથા તેના ભાઈ હાર્દિકભાઈ જમવા બેઠા હતા ત્યારે તેઓના પરિવારના ભાઈ-બહેનના ગ્રુપમાં અલ્પેશભાઈએ પોતે બનાવેલ વિડીયો આવેલો અને જેમાં તેઓ બોલતા હતા કે આ મારો છેલ્લો વિડીયો છે, તેમ જોતાં જ મારા ભાઈ અલ્પેશને ફોનમાં ફોન કર્યો અને ઉપાડેલો નહીં અને મેસેજ આવેલો કે મેં મગનલાલ આઈસ્ક્રીમ સામે ઝેરી દવા પી લીધેલી છે જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા ત્યાં જ રસ્તામાં શૈલેષભાઈ પ્રજાપતિનો ફોન આવેલો અને કહ્યું કે અલ્પેશભાઈએ ઝેરી દવા પીધી હોવાથી હું તેઓને સિવિલ હોસ્પિટલમાં લઈ જાઉં છું. જેથી ફરિયાદી તથા તેનો ભાઈ હાર્દિક સિવિલ હોસ્પિટલે ગયા હતા જ્યાં જોતાં તેઓના ભાઈ બેભાન હતા અને સારવાર ચાલુ હતી અને અલ્પેશભાઈ પાસે રહેલો કાયમી થેલો ચેક કરતાં તેમાં એક નોટબુક હતી જે નોટબુક ખોલતા તેમાં સ્યુસાઈટ નોટ મારા ભાઈએ લખેલી હતી. જેમાં તેઓએ પંકજભાઈ ધોકીયા, યોગેશભાઈ પંડ્યા, પ્રવીણભાઈ પરમાર, જીગ્નેશભાઈ જીલ્કા, તાહેરભાઈ રાજ, ભીખુભાઈ બાલાસરા, મેસેજ ક્લબવાળા સિદ્ધરાજસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ રજપૂત તથા વિપુલભાઈ વિગેરે પાસેથી અલગ અલગ ટકાવારીએ રકમ વ્યાજે લીધેલી છે અને જેઓને વ્યાજ સહિત મૂડી ચૂકવી દીધેલી હોવા છતાં હેરાન પરેશાન કરતા હોય જેથી હું થાકી ગયેલો છું.
- Advertisement -
આ સ્યુસાઈડ નોટ લખેલી હોય અને તેઓના ભાઈએ સ્યુસાઈડ કરેલ હોય જેથી ફરિયાદીએ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરેલી હતી. જામીન અરજીના અનુસંધાને એ મતલબની રજૂઆત કરવામાં આવેલી હતી કે ફરિયાદમાં આરોપીનું પૂરુ નામ આપવામાં આવેલું નથી તેમજ તેઓએ કોઈ રકમ વ્યાજે આપેલી હોય કે કેમ તે અંગેનો કોઈ પુરાવો મળી આવેલો નથી તેઓ મરણ જનાર પાસે કોઈ રકમની ઉઘરાણી કરવા ગયેલા હોય કે તેઓએ કોઈ વ્યાજ ઉઘરાવેલી હોય કે રકમ બાબતે કોઈ ત્રાસ આપેલો હોય તેવું ફરિયાદ જોતાં જણાય આવતું નથી. ફરિયાદ જોતાં આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલા છે. આ ઉપરાંત આ કામના આરોપી પ્રવીણભાઈ પરમારે મરણ જનાર ઉપર નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ફરિયાદ કરેલી હતી, જેમાં પણ તેઓને સજા થઈ ગયેલી હતી. તેમજ સમગ્ર ફરિયાદ જોતાં આરોપી પ્રવીણભાઈનો કોઈ ઈરાદો મરણ જનારને મરવા મજબૂર કરવાનો હોય તેવું જણાય આવતું નથી તેવા સંજોગોમાં આરોપીને જામીનમુક્ત કરવા જોઈએ. બચાવ પક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ ધ્યાને લઈ નામદાર રાજકોટ સેશન્સ અદાલત દ્વારા પ્રવીણભાઈ ખીમજીભાઈ પરમારને શરતી જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવેલો હતો.
આ કામમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવીર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર એડવોકેટ તરીકે રોકાયેલા હતા.