શહેરની બજારમાં ટ્રેન-ટેન્ક આકારના શંભુ (કોઠી) અને 100 સેન્ટિમીટર સુધીની ફૂલઝરનું આકર્ષણ; સામાન્ય ભાવવધારો’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા પર્વ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટનું ફટાકડા બજાર વિવિધ વેરાયટીઓથી ધમધમવા તૈયાર થઈ ગયું છે. આ વર્ષે બજારમાં નાની-મોટી અંદાજે 200 જેટલી ફટાકડાની વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં મુખ્ય આકર્ષણ શંભુ (કોઠી) અને ફૂલઝરનું જોવા મળી રહ્યું છે. રાજકોટના નાના મવા ચોક સ્થિત આરએમસી મેદાનમાં સ્ટોલ ધરાવતા વેપારી અનિરુદ્ધસિંહ વાળાના જણાવ્યા અનુસાર, ફટાકડામાં ફૂલઝર, ચકરી, શંભુ (કોઠી), સ્કાયશોટ, વિવિધ બોમ્બ અને બંદૂક જેવી અનેક આઇટમ્સ મળી રહી છે. ખાસ કરીને બાળકોને આકર્ષિત કરે તેવા નવી વેરાઇટીના શંભુ (કોઠી) આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેમાં ટ્રેન, ટેન્ક, કુલફી, બિસ્કિટ, ક્ધિડરજોય, પીકોક, ડક, લાયન જેવા આકારોની વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે. ભાવની વાત કરીએ તો, ફૂલઝર ₹30થી શરૂ કરીને ₹600 સુધીની કિંમતે મળી રહી છે, જેની લંબાઈ 10 સેન્ટિમીટરથી લઇ 100 સેન્ટિમીટર સુધીની છે. જ્યારે શંભુ (કોઠી)ની વેરાઇટી ₹30થી શરૂ કરીને ₹1000 સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે, જેની ઊંચાઈ 3 ફૂટથી 10 ફૂટ સુધીની છે. વેપારીના મતે, ગત વર્ષની સરખામણીમાં આ વખતે કોઈ મોટો જંગી ભાવવધારો થયો નથી અને ભાવ ગ્રાહકોને પોસાય તેવા છે.
- Advertisement -
બજારમાં મળતાં ફેન્સી ફટાકડાં અને તેનું ભાવપત્રક
રૂપિયા ફટાકડા
પીકોક 600
કુલ્ફી 400
લાયન 1200
ગિટાર 360
હાથી 1200
ટેન્ક 300
ડક 1200
ક્ધિડર જોય 400
સપ્રાઈટ 300
વોટર મેલન 400
ફ્રૂટી 300
મશરૂમ 400
ટ્રેન સંભુ 250