બેડી માર્કેટ યાર્ડે ગોંડલને માર્કેટ યાર્ડને પાછળ છોડયું, બેડી યાર્ડમાં એક વર્ષમાં 5 લાખ ટન કૃષિપેદાશની આવક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
- Advertisement -
રાજકોટનું બેડી માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રનું નંબર-1 યાર્ડ બન્યું છે,ત્યારે ગોંડલ યાર્ડને પાછળ મૂકી દીધુ છે.અત્યાર સુધી ગોંડલ યાર્ડ આવક અને જાવકમાં નંબર એક પર હતું.2022-23માં સૌરાષ્ટ્રનું નંબર વન યાર્ડ બેડી યાર્ડ બન્યું હતુ.રાજકોટ યાર્ડમાં એક વર્ષમાં 5.42.850 ટન કૃષિપેદાશની આવક નોંધાઈ છે. રાજકોટનું બેડી માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રનું નંબર-1 યાર્ડ બન્યું છે ત્યારે વેપારીઓમાં અનેરી ખુશી જોવા મળી છે.રાજકોટ બેડી માર્કેટયાર્ડમાં 3.38 લાખ ટન શાકભાજીનું વેચાણ થયુ છે.તો રાજકોટ યાર્ડમાં 4449 કરોડનું અનાજ અને 699 કરોડનું શાકભાજી વેચાણ થયુ છે.
રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા પૂર્ણ થયા બાદ વિવિધ જણસીઓની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. કૃષિ સિઝન બરાબર જામતા શિયાળુ પાકના ઢગલા થઇ રહ્યા હતા ત્યારે બેડી યાર્ડ વિવિધ કૃષિ જણસીઓથી ઉભરાયું હતું અને ઘઉં તેમજ ચણાની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડમાં માત્ર ઘઉંની જ પોણા બે લાખ મણ (35000 ક્વીંટલ)ની આવક થઇ હતી. જ્યારે ચણાની એક લાખ મણની આવક નોંધાઈ હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું તીર્થધામ માનવામાં આવે છે. અહીં ખેડૂતોએ પકાવેલ માલ નો પૂરતો ભાવ મળી રહે છે. એટલે જ સમગ્ર સૌરાષ્ટ્ર માંથી જેમ કે ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસીઓ વેચાણ અર્થે આવતી હોય છે. ખેડૂતોની જણસીઓના વેચાણ માટે ડિજિટલ વ્યવસ્થા સાથે માર્કેટ યાર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોના માલ ભરેલ વાહનનો પ્રવેશ ગેટ પાસ, ક્યા છાપરામાં કઈ જગ્યાએ ખેડૂતનો માલ ઉતર્યો અને હરાજીમાં પોતાની જણસી કેટલી કિંમતમાં વેચાઈ? સહિત તમામ વ્યવસ્થાને કોમ્પ્યુટરરાઈઝ કરવામાં આવી છે. ખેડૂતોને માર્કેટ યાર્ડમાં માલ પ્રવેશ સાથે હરાજીમાં વેચાણ સુધીની આ તમામ વસ્તુઓને માર્કેટ યાર્ડ સતાધીશો ડિજિટલ કરી છે.જેમની તમામ જાણકારી ખેડૂતોને પોતાના ખેતરમાં બેઠા-બેઠા મોબાઈલમાં મળી જાય તેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારતભરમાં ગુજરાતનું મોખરાનું સ્થાન ધરાવતું ગોંડલ માર્કેટ દેશભરમાં પ્રથમ પેપરલેસ ડિજિટલ માર્કેટ યાર્ડ બનવા પામ્યું છે.