એક જ દિવસમાં નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડ
રાજકોટના આંગણે ચાલી રહેલા 36માં રાષ્ટ્રીય ખેલમાં જૂના ચાર રેકોર્ડ તૂટ્યા છે અને નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડ બન્યા છે. રાજકોટ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે.
- Advertisement -
પુરુષોની 1500 મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધા મધ્યપ્રદેશના અદ્વૈત જૈનએ 15 મિનિટ તથા 54.79 સેક્ધડમાં પૂરી કરીને, વર્ષ 2015ના રાષ્ટ્રીય ખેલનો સજનનો 15 મિનિટ 55.78 સેક્ધડનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ કાયમ કર્યો છે.
જ્યારે 800 મીટર ફ્રી સ્ટાઈલ મહિલાઓની સ્પર્ધા દિલ્હીની ભવ્યા સચદેવાએ 9 મિનિટ 15.24 સેક્ધડમાં પૂરી કરીને વર્ષ 2015નો આકાંક્ષા વોરાનો 9:15.30 મિનિટનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. છ સેક્ધડના ફરકથી ભવ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
200 મીટર બેસ્ટસ્ટ્રોક સ્પર્ધામાં આજે બે વાર રેકોર્ડ તૂટ્યા છે. આ સ્પર્ધામાં વર્ષ 2015માં કર્ણાટકની સજની શેટ્ટીનો 2 મિનિટ 46.39 સેક્ધડ સાથેનો રેકોર્ડ નોંધાયેલો હતો. જ્યારે આજે સવારની હિટમાં કર્ણાટકની એસ. લક્ષ્યાએ 2 મિનિટ 45.96 સેક્ધડ સાથે રેકોર્ડ તોડ્યો હતો. તો સાંજે ફાઈનલ સ્પર્ધા 2 મિનિટ 42.63 સેક્ધડમાં પૂરી કરીને સવારનો પોતાનો જ રેકોર્ડ તોડીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.
આ ઉપરાંત 4 બાય 100 મીટર મીડલે – મહિલાની સ્પર્ધા કર્ણાટકની ટીમે 4 મિનિટ 27.78 સેક્ધડમાં પૂરી કરીને અગાઉનો મહારાષ્ટ્રની ટીમનો 4 મિનિટ 32.32.38 સેક્ધડનો રેકોર્ડ તોડી નવો બેન્ચમાર્ક બનાવ્યો છે.
- Advertisement -
રાજકોટના પૂર્વ મ્યુ. કમિશનરનો દીકરો નેશનલ ગેમ્સમાં ઝળક્યો
36મી નેશનલ ગેમ્સમાં વેઈટલિફ્ટિંગ અને એથ્લેટિક્સમાં વધુ નેશનલ રેકોર્ડ્સ તૂટી ગયા છે, આર્યન નેહરાએ સોમવારે રાજકોટમાં સ્વિમિંગમાં ગુજરાતનું મેડલ ખાતું ખોલ્યું હતું.
ભારતમાં તેની પ્રથમ સિનિયર ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા આર્યન નેહરાએ પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં સિલ્વર મેડલ જીતવા માટે 16:03.14ના સમય સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. મધ્યપ્રદેશના અદ્વૈત પેજ (15:54.79)એ ગોલ્ડ જીત્યો જ્યારે કર્ણાટકના અનીશ ગૌડા (16:05.94)એ બ્રોન્ઝ મેળવ્યો હતો.
18 વર્ષીય ખેલાડીએ નેશનલ ગેમ્સની તૈયારી માટે ગયા મહિને ગુવાહાટીમાં સિનિયર પ્લેયર્સને સ્માર્ટ રીતે પાછળ છોડી દીધા હતા. તેણે ભારતની બે લાંબી સફર કરવાને બદલે પેરુમાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ પછી તરત જ ફ્લોરિડામાં તેના પ્રશિક્ષણ આધાર પર જવાનું પસંદ કર્યું. વધુમાં આર્યન નહેરાએ જણાવ્યું કે મારે લિમામાં આંખ ખોલનારી ક્ષણ હતી, જેનાથી મને અહેસાસ થયો કે હજુ મારે ઘણું કામ કરવાનું બાકી છે. હું જે બનવા માંગતો હતો તે હું નહોતો. હું એ સમજવામાં સક્ષમ હતો કે મારે જ્યાં જવું છે ત્યાં પહોંચવા માટે મારે શું કરવાની જરૂર છે.