રંગીલુ રાજકોટ હરહંમેશ તહેવારોની ઉજવણી કરવામાં મોખરે રહ્યું છે ત્યારે દિવાળીના તહેવારોને લઈને ‘દિવાળી કાર્નિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 27 ઓકટોબરથી 31 ઓક્ટોબર સુધી દિવાળી કાર્નિવલનો કિસાનપરા ચોકથી પ્રારંભ કરવામાં આવશે જેની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, આખરી ઓપ અપાઈ ગયો છે. આવતીકાલથી રંગીલા રાજકોટના મુખ્ય ચોકમાં લાઈટીંગ અને ડેકોરેશન જોવા મળશે. રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. રેસકોર્સ રીંગ રોડ ફરતે 27થી 31 ઓક્ટોબર સુધી આકર્ષક થીમ બેઝ લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવશે અને રેસકોર્સ રીંગ રોડ ખાતે એન્ટ્રી ગેટ અને લેસર શો આકર્ષણ જમાવશે.
આવતીકાલથી રાજકોટ ઝગમગી ઉઠશે દિવાળી કાર્નિવલની તૈયારીનો ધમધમાટ
Follow US
Find US on Social Medias